________________
ચઉરિંદ્રિ, અસંજ્ઞિઆ તીર્થંચ પચિદ્રિય માંહિ, કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રિણિ જ હુઇ. જેઠ ભણી દેવ તેજોવેશ્યાવંત કો એહમાંહિ ઉપજઈ. સંજ્ઞિયા તિર્યંચ પંચેદ્રિય માંહિ, સંશિયા મનુષ્ય તથા દેવ માંહિ કૃષ્ણ, નીલાદિક છઈ હુઇ. અસંજ્ઞિયા મનુષ્ય અનઈ નારકી નઈ કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રિણઈ જિ હઈ. લેગ્યા તેર સ્થાનકે વિચારી. અથ શરીર વિચાર. શરીર પ કહીએ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ. એ પાંચ શરીર કહીશું. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેંદ્રિય, ત્રીદ્રિય, ચઉરિંદ્રિય અસંગ્નિ તિર્યંચ પંચેંદ્રિય માંહિ સદૈવ ઔદારિક, તેજસર, કાર્મણ એ ત્રિણિ જ શરીર હુઈ. વાઉકાય, સંશિયા તિર્યંચ પંચેદ્રિય નઈ આરિ શરીર હુઈ જેઠ ભણી કેતલાઈક વાયુકાય, સંશિયા તિર્યંચ પચંદ્રિય નઇ વૈક્રિય કાય કરવાની શક્તિ હુઇ. અપર્યાપ્તા મનુષ્ય નઇ,
ઔદારિક, તેજસ, કાર્મણ એ ત્રિણિ જ શરીર હુઇ. સંશિઆ મનુષ્ય નઈ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ એ પાંચ શરીર હુઈ. નારકી, દેવનઈ વૈક્રિય, તૈજસ, કાર્મણ એ ત્રિણિ શરીર હુઈ. ઈમ તેરે સ્થાનકે શરીર વિચારયા. llll.
અથ પર્યાપ્તિ વિચાર : પર્યાપ્તિ કઈ કહીઈ. જીવનઈ ભવ્યાંતરિ ઉપજતાં પહિલઈ સમઈ આહાર પર્યાપ્તિ હુઇ. આહાર પુદ્ગલ લિઈ તિ વાર પૂકિંઈ અંતર્મુહૂર્તઇ શરીર પર્યાપ્તિ હુઇ. શરીર કરશું, તિવાર પૂઠિઇ અંતર્મુહૂર્તઇ ઇંદ્રિય પયામિ ઇંદ્રિય કરઈ, તિ વાર પૂર્હિ અંતર્મુહૂર્ત આનપ્રાણ પર્યાપ્તિ, સાસઉ સાસ લેવાની શક્તિ ઉપજઇ. તિવાર પૂઠિઈ અંતર્મુહૂર્તઇ ભાષા પર્યાપ્તિ - વૈચનની શક્તિ ઉપજઈ. તિવાર પૂઠિઇં અંતર્મુહૂર્તિઈ મનો પર્યાપ્તિ -મતિ મનિઈ વસ્તુ ચીંતવાની શક્તિ ઉપજઇ. એહ જિ છ પર્યાપ્તિ તેરે સ્થાનકે વિચારિઇ. છ. - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય એ પાંચમાંહિ ઐરિ જિ પર્યાપ્તિ હુઈ યથા. પહિલી પર્યાપ્તિ આહાર, બીજી શરીર પર્યાપ્તિ, ત્રીજા ઇંદ્રિય પર્યાપ્તિ, ચઉથી આનપ્રાણ પર્યાતિ. એ થ્યારિ પર્યાપ્તિ હુઇ. બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, અસંશિયા તિર્યંચ પંચેદ્રિય નઈં થ્યારિ એહિલ અનઈ પાંચમી ભાષા પર્યામિ સહિત પાંચ પર્યાપ્તિ હુઇ.
૧૪૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org