________________
સાથ જ મારું ધર્મ તું મારું આરો લીધો આજ માતપિતા આગલી દુઃખ કવિતા કહુ પ્રભો કઈ લાજ... (૯) માતા ગંગ સમાણી માની પિતા પુકરથાસિ ગુરુ કેદાર સમાણુ તીરથ વાણી લોક વિમાસી...(૧૦) અડસઠ તીરથ કે અધિકેરા વલી વિશેષઈ જાણ ખંતી ધરી ષટું દર્શન તીરથ માતા અધિક વખાણઈ...(૧૧) તીરથ માતા જગ વિખ્યાતા વારોવાર વખાણી તેહની પીડી કરી મિ કેતી પાપી મેરો પ્રાણી...(૧૨) અમ્ય અવતરણ તણઉ જે આગમા તે દિન ત્રણિમઝારી અંતજણી પરિ અલગી રાખી અલગુ અનઓવારી... (૧૩) રગનવહઈ શર હુઈ નિકલાયા આપા મુખ નવિ દાખી દેવગુરુના દર્શન દોહિલ વાણી ધર્મના ભાંખઈ...(૧૪) ફુટઈ અંગ કલઈ પગપીડી, ડીડી ન સકઈ ગાટી મસ્તક ભાર અપાર જણવઈ, પેટી પાહિલી વાટી...(૧૫) પોટઈ ધાબલી ધર વીછાંહી આભડ છટ ભંડાર ખંડિણી પિસણી રાંધણિ રૂઅડું ન કરઈ ઘર વ્યાપાર... (૧૬) જેહની સંગતિ કોઈ ન માંગઈ, લાગઈ અંચલવાયા મહિ આવંતિ પહિલુ માતા, કીધો એહવો પાય...(૧૭) દિન ચોથઈ જલ ભજન કારી સારી સવિ શણગાર પહિલું પ્રેમ ધરી મુખ જોવા, વાટ જોઈ ભરથાર...(૧૮) નાભિ કમલ તે વિમલ વખાણ તે વિકસી બહુમૂલ જા વિહુણી યૌવન યુવતિ, સહી સફરાણા ફુલ...(૧૯) કુલ વિના ફલ કિમતી ન છઈ, સઈ સહુ જગમાંહિઈ માતા તાત મિલઈ સંયોગિઈ, યોગિ જલ બંધાઈ...(૨) સાત દિવસ જલ બુદ્ બુદ્ સરીખુ, તિહા અવતરીકે પ્રાણી માસ દિવસ માસ સઈ, કહાણો પલપૂરા પરમાણી...(૨૧) બીજઈ પેશી માની વિચાર, ત્રીજઈ તે અધિકેરું
ચઉથઈ માસિ ચિહુપખિ, ચાલો કીધો નવો નવે...(૨૨) ૧. પુષ્કર (સરોવર) તીર્થ, ૨. કેદારતીર્થ.
૧૧૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org