________________
૧૦. અનાથી માષિ કુલક. ૧૪મી સદીની કોઈ અજ્ઞાત કવિ કૃત કુલક રચના હસ્તપ્રતને આધારે પ્રગટ કરવામાં આવી છે. અનાથી ઋષિનો મૂળ સંદર્ભ ઉત્તરાધ્યયન સૂત્રના મહાનિગ્રંથીય નામના ૨૦મા અધ્યનમાં છે. કુલકના વિચારો વૈરાગ્ય ભાવના પ્રગટ કરવામાં શુભ નિમિત્તરૂપ છે.
અનાથી ઋષિ કુલક પણમિઆ સામિઅ વિર જિણિંદ, લોઆલોઆ પયાસ દિણિંદ અનાથી અજઝયણહ જોઉ, ભણિસુ કિંપિ હું તુણ્ડિ નિસુણેઉ..(૧) મગધ દેશ દેશહ પરિસિદ્ધ રાયગિહંતહિ નયર પસિદ્ધ શ્રેણિક રાજા તિહિ બલવંત, હાથ ન ખંડઈ દાન દીઅંત...(૨) અન્ન દિવસિ રયવાડી જાઈ મંડકુચ્છ 'ઉજાણઠ્ઠાઈ તિહિ તયર તલિ દિઢ મુણિંદ જસસિરિ ઝલકઈ, ઝાણ દિણિંદ. (૩) રૂવવંત સયરિ સુકુમાલો, નવજોયણ ભરિનયણ વિસાલો, પેખતિ મહરિસિ પભણિ સુઓ, તંઈ કાંઈ લીધઉ સંયમ ભાઓ...(૪) તે નિસુણીએ પણમઈ મુનીનાહો, મહારાય હું હુઉં અણાહો, ઈણિ કારણિ મઈ લીધી દીખ, સુગુરુ પાસિ મઈ પામી આશીષ (પ) હસિક નિવ પભણઈ મુનીનાહો, રિદ્ધિવંત તુ કાંઈ અનાહો, તુઝ નાહ હું અરથઉ બલવંતો, વિસયસુખ તું માની મહંતો...(૬) માણસ જન્મ દુર્લભ હોઈ, ઈહ જણ જાણઈ વિરલઉ કોઈ, એહ કહી મઈ તુ પરમત્ય, વિલસિ વિલસિતું ભોગ સમયૂ...(૭) ઈમ નિસુણી જેપઈ મુનીનાહો, સુણી શ્રેણિકરાઉ મતિ ભાઉ, આપણ પઈ તું અચ્છસિ અણાહો, કિમતુ હોલિસિ કવણહનાહો...(2) પુણ પભણઈનરવર મુનીરાય, અરથી વયણ કાંઈ બોલઈ અનાર્થી, હું ય ગય અંતે ઉર સામિ, રિપુ કંપઈ સવિ માહરઈ નામિ...(૯) ૧. ઉદ્યાનમાં ગયાં, ૨. નૃપ (પ્રા.), ૩. જન્મ (પ્રા.). અનાથી ઋષિ કુલક
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org