________________
નિરધારી વો નારી, નિહાલિ નાંહી, નેહ નવિ પાલીઉ એ મન વેધિઉં દો તીણઈ બોલિ, નેહિ વદન નિહાલીઉં એ.(૪૮) ઘંઘોલિફ વો પૃઠિ બઈઠ, શેઠ હેઠઉ સાયર પડિઉણ બલિકીધઉ વો ધરીઅ ત્રિશૂલ, જિનરક્ષિત દેવી નડિઉ એ...(૪૯) જિનપાલિત વો ન ચલિઉં ચીંત, મિત માકંદી ની મિલ્યઉ એ વઉલાવી વો ચંપા વનમાંહી, સેલકસુર પાછઉં વલિઉ એ...(૫૦) ઈમ બોલઈ વો આણંદ પ્રમોદ, પાલી શીલ સોહામણી એ ચંપાવનિ વો જિનપાલિત પેખઈપશિ પગિ હુઈ વધામણા...(૨૧)
ઢાળ : (વાજેતિ તિલલડી એ...) પહુતો ચંપા મઝારી, મોતી ચીક પૂરાવી જિનપાલિત વેગિ વધાવઈ, બાંધવ બહિનડી એ...(પર) મોતીએ ભરીય ત્રાટ તેવડ તેવડીએ, વધાવઈ વર બાલ દીઈ આશિષડી એ, પ્રતાપ કોડી વરિસ...(૫૩) પંચ શબ્દ રણદૂર ઢમઢમઈ ઢોલ ઢબમકઈ પગિ પગ પાત્ર નચાવઈ એ, ગાવઈ ગોરડી એ...(૫૪) બાં. તલીઆં તોરણ બારિ ઘણ એ, ગૂડીઅડી કોડિકેલિ રોપાવઈ
ઓઢી નવરંગ ઘાટ ઉપરિ ચૂનડી એ, કુંડલ ઝબકઈ, કાનિ મસ્તકિ રાખડીએ, ઊડી ગૂડી સાર, ગયણ પટ ઉલડી એ, તલીઆં તોરણ બારિ બંધવ બહિનડી એ, તિમ દોગંદક દેવ લલના રસિલી એ, અલવેસર લીલવિલાસ...(૫૫) બાં.
ઢાળ : (ગુણાઠાણાની...) ઈક દિનિ આણંદપૂરિ, નંદી ગુરૂવાણી, સુણીએ મૂકી માયા મોહ નારી સારી અવગુણી એ. જેસુ સુધારાગ જીવી જોબન કારિમાં, એ રામા રંગપતંગ, નરભવ હેલાં હારિમા એ.. મનિવસી ઊઠઈ રાગ, રાગ દોસ દૂરિકરઈ એ એ સંસાર અસાર સાર સંયમ સિરિ આદરઈ એ... (૫૬)
૧. ગુલાલ.
૧૦૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org