________________
[ પ્રકાશકીય |
પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરિ મ.સા., પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરિ મ.સા. આદિની પ્રેરણા-માર્ગદર્શનપૂર્વક આ ગ્રંથમાળામાં અનેકવિધ ગ્રંથરત્નો પ્રગટ થઈ રહ્યા છે.
“અપ્રગટ પ્રાચીન ગૂર્જન સાહિત્ય સંચનના પ્રકાશન માટે પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. પાસે ડૉ. કવિન શાહે માર્ગદર્શન માગ્યું. પૂ.આ.ભગવંત અમારી ગ્રંથમાળામાં પ્રગટ કરવા ભલામણ કરી અને એ પ્રમાણે આ ગ્રંથ પ્રકટ કરતાં અને આનંદ અનુભવીએ છીએ. | ગુજરાતી ભાષાનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીથી થયો છે અને એનું મુખ્યત્વે સંવર્ધન ત્યાગી મુનિરાજોએ કર્યું છે. વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન ગૂર્જર સાહિત્યના ૯૦% નિર્માણ જૈન આચાર્યો, મુનિરાજો, સાધ્વીજીઓ સુશ્રાવકોએ કર્યું છે. ઘણું આવું સાહિત્ય અપ્રગટ છે. અહીં આવું કેટલુંક સાહિત્ય પ્રગટ કરવા માટે સા. વિરાગરસાશ્રીએ અને ડૉ. કવિનભાઈએ જે શ્રુતભક્તિથી પ્રેરાઈ જહેમત ઉઠાવી છે તેની અમે ભૂરિભૂરિ અનુમોદના કરીએ છીએ.
આ સાહિત્યનો સ્વાધ્યાય કરી સહુ આત્મકલ્યાણને વરે એ જ અભિલાષા.
લી.
પ્રકાશક
ANidhidhighasisgsssssssssssssssssss
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org