________________
000
આવકાર
– આ. વિજય મુનિચન્દ્રસૂરિ
ડૉ. કવિન શાહ ગુજરાતી સાહિત્યના અભ્યાસી છે. બાર વ્રતધારી શ્રાવક પણ છે. નિવૃત્ત થયા પછી પણ તેઓ કંઈને કંઈ સાહિત્યિક પ્રવૃત્તિ કરતાં રહ્યા છે.
વધતી ઉંમરના કારણે તેઓ હવે હસ્તપ્રતમાંથી પ્રતિલિપિ વગેરે કાર્ય કરી શકતાં નથી પણ કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ.ભ.શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ના સમુદાયના પૂ. સા. શ્રી સોહનશ્રીજી મ.ના પ્રશિષ્યા સાધ્વીશ્રી વિરાગરસાશ્રી મ., સાધ્વીશ્રી શાશ્વતયશાશ્રીજી મ., સાધ્વીશ્રી ધૈર્યરસાશ્રીએ પ્રતિલિપિ કરવાનું શ્રમસાધ્ય કાર્ય કરી આપતાં આવી અપ્રગટ રચનાઓ પ્રગટ થઈ રહી છે. આ બંને સાધ્વીજીઓએ મારા સંપાદનકાર્યમાં પણ પ્રતિલિપિ વગેરે કરવા દ્વારા ઘણી સહાય શ્રુતભક્તિથી પ્રેરાઈને કરી છે.
આજે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન સાધુ-સાધ્વીજીઓ સારી સંખ્યામાં છે. પ્રાચીન ગુજરાતી ભાષા કે જેમાં જૈન શ્રમણોએ પુષ્કળ સાહિત્ય રચ્યું છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરનારા બહુ ઓછા છે. ત્યારે ડૉ. કવિન શાહ અને બંને સાધ્વીજીઓએ અપ્રગટ કૃતિઓને પ્રગટ કરવાનું સુંદર કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ! અભિનંદન.
Jain Education International
10
For Private & Personal Use Only
onenese
www.jainelibrary.org