________________
છે. સીમંધરસ્વામી ચંદ્રાઉલા. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં વિવિધ દેશીઓ નો પ્રયોગ થયો છે. તેમાં ‘ચંદ્રાઉલા' એક પ્રકારની દેશી છે. આ પ્રકારની કૃતિઓ અલ્પ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ચંદ્રાઉલાની રચના વડતપાગચ્છના વિનયમંડન ઉપાધ્યાયના શિષ્ય જયવંતસૂરિ (અપનામ ગુણસૌભાગ્યસૂરિ) એ કરી છે. પૂ. શ્રી સત્તરમી સદીના પ્રથમ તબક્કામાં થયા હતા. કવિએ સીમંધરસ્વામીનો વિશેષણ યુક્ત પરિચય આપીને ભક્તિભાવથી સીમંધરસ્વામીના ગુણ ગાયા છે. સીમંધર જિનચંદ્રાઉલા સ્તવન' ચંદ્રાવળા બંધની ર૭ કડીની રચના છે. પહેલું-ત્રીજું ચરણ ચરણા કુળનાં છે. અને બીજું-ચોથું ચરણ દુહાનાં છે. પાંચથી-આઠ ચરણ પાછાં ચરણાકુળનાં છે. ચોથા અને પાંચમા ચરણની સાંકળી રચવામાં આવી છે. શબ્દો પુનરાવર્તિત કરીને છેલ્લાની પહેલા ચરણ સાથે સાંકળી રચી નથી જે ચન્દ્રાવળામાં અનિવાર્ય નથી. ઉલટું અહીં ચદ્રાવળા સાથે યુવપદ જોડીને એક વિશેષ ગેયતા અર્પે છે. આ રચના ભક્તિ માર્ગની વિશિષ્ટતા દર્શાવે છે. પ્રભુ ભક્તિનો મહિમા અપરંપાર છે. સાધુ કવિઓએ આ પ્રકારની રચના દ્વારા સીમંધરસ્વામી પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી છે. સમગ્ર રચના આસ્વાદ્ય છે.
: સીમંધરસ્વામી ચંદ્રાઉલા :
(ઢાળ - ચેદ્રાઉલાની) વિજયવંત પુષ્કલાવતી રે, વિજયા પુવ્યવિદેહો, પુર પુંડરીક પુંડરીગિણી રે, સુણતાં હુઈ સનેડો, સુણતાં હુઈ સનેહ રે હઈ સ્વામી સીમંધર, વીનતી કહાઈ, ગુણ શોભા ગઈ ત્રિભુવનિ દીપઈ, કેવલ જાનઇ કુમત જ જીપઈ
- જી જીવનજી રે ૧// તું ત્રિભુવન મનમોહનસ્વામી, સુણિયો વિનતી રે ઓલગડી રે સંદેસઈ માનયો દૂરિથી ... દ્રપદ
સીમંધરસ્વામી ચંદ્રાઉલા
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org