________________
નયર સૌરીપુર રાજીઓ, સમુદ્ર વિજય રાજા તસુ વર નારી શીલવતી રાણી શીવા દેવી તસુઘરિ અવતર્યા નેમિકુમાર લોકનું નાથ નેમીસર સાર, શ્યામ શરીરઈ શોભતા પહિલ સંઘયણ નઇ પહિલ સંડાણ, સહસ અકોત્તર લખ વિનાણ રૂપ ગુણ અતિ આગલા, જેહની વરતી છઈ ત્રિભોવન આણ કિ... (૨૭) ઈક દિન કૃષ્ણ કરઈ મનખંતિ, બંધૂ વિવાહ કરૂં કિસી ભંતિ કવણ કન્યા પરણાવી જઈ, અસરિસ સંગ ન શોભ લહેતિ ચિતવત ચિતિ સંભાઈ, કુમરી અછે એક બહુ ગુણવંતિ ઉગ્રસેના ધરિ રમણ દીપતિ, વીજલીનાં ઝબકાર જિઉં . રૂપિરંભા અનઇં શીલ શોભંતિ, નામ રાજીમતી અનઈ રાજતી
નેમિજી કી જીસિ તેહ નઇ કંત કિ... (૨૮) કૃષ્ણજી લેખ પઠાવણહાર, ઉગ્રસેનહ પ્રતિ કહઈ છઈ વિચાર કુમરિ તુમ્હારઈ રાજીમતી, પરણશી બંધવ નેમિકુમાર એ અછઈ કામતણું અવતાર, વચન અમ્હારૂં માનીયો એ સમુ અવર ન કોઈ ભોપાલ, વાનરકંઠિ ન શોભએ હાર સારીખ સારીખું જુ મિલઈ, તું જુગતુ હોવાં યુગતિ આચાર કિ... (૨) વાત સુણત રાજા અધિક ઉચ્છાહ, રાજીમતી તણું રચ્યું વિવાહ ઘરિ ઘરિ ઉચ્છવ અતિ ઘણાં, ઘરિ ઘરિ બંધી જઈ ચંદરવાલ ઘરિ ઘરિ હુઈ કઈ વધામણાં, ઘરિ ઘરિ તોરણ મંગલ ચારિ કું અરિનઈ કીજઈ છઈ યેલ શૃંગાર, ઉગ્રસેન કૃષ્ણહ વીનવાઈ વેગિ લેઈ આવયો નેમિકુમાર, કુંયરિનાં જીવનું જેય આધાર કિ.. (૩૦) સ્નાન કરઈ જિન ઔષધિ નીર, કૌતુક મંગલ કીધ શરીર આભરણે અતિ દીપતા, હસ્તિ આરૂઢ થયાં નરવર વીર સીસિન છઈ છત્ર સોહામણઉ, બિહુ પખિ ચામર ઢાલઈ છઈ ધીર વાજિત્ર વાજઈ ગુહિર ગંભીર, ચતુરંગ સેના સિલું પરિવર્યા
સ્વામી શોભઈ જિમ મુગટિહિ હીર કિ. (૩૧) ૧. મસ્તકે.
૭૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org