________________
સાચ કહિઉં તુમ્હે એ નહુઈ તાતિ, સહિજિ નીચ હુઈ નારિની જાતિ દોષ દિઉ તે શર ઉપરિ, પણ એક સંભલયો અમવાત નરહ પ્રતિકહઈ કામિણી, આપણુ દોષ ન દેખઈજી કોઈ સ્ત્રિયકુલ લંછણ કિમઉં ચડઈ, પુરષ જઉ સર્વ સુલક્ષણા હોઈ વાજિત તાલીય કહવિવિધ એકિણ હાથ વજાવિ નઈં જોઈ કિ... (૨૧) સઘલી નારી ન ચંચલ હોઈ, પુરૂષ સહુ ભલાં મત કહઈ કોઈ સહૂઅ સરીખી નહીં આંગુલી, ઉવરણે ગુણ અવગુણ સંતિ પુરૂષ હાક પરતીય રમઈ, સિહહિસ પરિરિ પાઈ વંતિ પગતિલ મરણ ન પેખીઈ, હાથિ દીવઈ કરી કૂપ પાંતિ કિ... (૨૨) નારી હઈં કોઈક હોઈ શુશીલ, જે લહઈ સ્વર્ગનઈ શિવતણી લીલ સત્યભામા શિવા સુંદરી, દ્રુપદી લક્ષ્મણા નઈં દમયંતિ ચંદનબાલા કલાવતી. મયણહા પઉમાઈ કુંતિ યદુરાય રાણી રૂકમિણ નામ લીધઈ જિયાં પાતક જંતિ કિ... (૨૩) સુરતરૂ ઉગ્યું છઈ અંગણઈ, ઓણિ રોપઈં તે આંક ધતૂર અશુિચ કરઈ મુખવાસ તે, ઠંડી નઈં શીતલ સુરભિ કપૂર તુ હસ્તિ 'સાટે ખર સંગ્રહઈ, રતન ચિંતામણી રાલિનઈ દૂર કાકચા કઈ કુમતિ કરઈ, વિષય સેવઈજી ચુથઈવ્રત સૂરિ કિ... (૨૪) કૂકડ મોરહ જેમ મંજારિ, શીલવંતા તિસી સંગતિ નારી પ્રાણ વિનાણહ ચૂક્કઈ, અભયારાણી તણું ચરિત્ત વિચારી સેઠિ સુદંસણ કિમ કિયઉં, કામ કામઈ નહીં નિરમલ નારી સતીય સુભદ્રા સારિખી, જિણ તિણ સ્યું લાઈ નેહ નિવારી વચન અમ્હારૂંય એ અવધારી, તિમ કરઉ જિમ કરિઉં નેમિકુમારી કઈ... (૨૫) હવઈ કવણને નેમિજી કવિ કહું વાત, કિમ પાલિઉતિણિ બ્રહ્મ વિખ્યાત શીલવતી કુણ સુંદરી જુ તુમ્હે ભાખસ્યું એહ દિઠંત તઉ અમ્હે સંભલવા તણી ખંતિ આલસ અંગિન આણી સૂં સેવિસ્યું શીલ સદા ફલવંત, ધ્યાઈ સ્યું એક જ શ્રી અરિહંત કિ... (૨૬) ૧. છોડીને.
નેમીનાથ શીલ રાસ
Jain Education International
For Private & Personal Use Only
૭૭
www.jainelibrary.org