________________
૬. નેમીનાથ શીલ રાસ.
પાચન્દ્ર ગચ્છના વિનયદેવસૂરિએ સં. ૧૬૩૭માં આ રાસની રચના કરી છે. નેમિનાથ વિષયમાં રાસ વિવાહલો - હોરી ગીત - હમચડી - સ્તવન – સ્તુતિ સજઝાય, ગહુંલી, સલોકો, ગીતા, રસવેલી, ભાસ, બોલી, બારમાસ, ફાગુ, નવરસ વગેરે પ્રકારની કૃતિઓ રચાઈ છે. કવિએ નેમનાથના શીવ્રત-ધર્મને કેન્દ્રમાં રાખીને નેમિનાથ શીલ રાસની રચના કરી છે. સમગ્ર વિરતિ ધર્મ અને વ્રતોમાં શીઘ્રત શિરોમણિ છે એટલે એમના જીવન દ્વારા શીલનો મહિમા ગાવામાં આવ્યો છે.
: શ્રી નેમિનાથ શીલ રાસ :
પહેલું પ્રણામ કરૂં જિનરાઈ, લાગુંજી ગોયમ ગણધર પાઈ કિ, સુગુરૂવાણી વલી સંભરૂં, ભુલુજી અક્ષર આણિ સુઠાઈ.
રાસ ભણીશું રળીયામણો, જે સુણી શીયલ હીય થિર થાઈ, કોકીલા જિમ કલિરવ કરઈ, માસ વસંત તે અંબ પસાઈ કિ...(૧) શીલ અખંડિત સેવીયો, ધર્મ અછઈજિ અનેકિ પ્રકાર કિ, શીલ સમાણુ કો નહી, સૂત્ર પુરાણ કુરાણ વિચાર કિ, શીલહ સહુકો વર્ણવઈ, શીલસ્યું મંડયો પ્રીતિ અપાર કિ, પર રમણી જિણણી ગણું, આંખડીને મત કરૂં અંધાર કિ...(૨) કાલ્ડિં પરભવિ પુલું, દુકખ દેસિ તિહાં કામવિકાર કિ, આકિર્દિ અંબ ન લાગસ, તુમ્હે સંબલ લેયોજી સમકિત સાર, શીલ સંધાતિ હિડ મિલઈ, રતનજડિત જાણું સોવિન હાર કિ, તું શણગાર સોહામણું, શીલ સમુ કોઈ નહીં આધાર કિ. શીલ...(૩)આંચલી
૧. જનની, ૨. આકડાના ઝાડ.
નેમીનાથ શીલ રાસ
Jain Education International
For Private & Personal Use Only
૭૩
www.jainelibrary.org