________________
સંખાર કઈ ઉલટિકે રે, સરોવર ફોડિયા, સીલ ન પાલિઉ સાચિઉ રે, મોડી તરૂઅર ડાલી રે હ... (૭૫) સદ્ગુરુ ગુરુણી નવિ સંતોષ્યા, સાતઈ ક્ષેત્ર ન પોષ્યા, સંપત્તિ સારુ દાન ન દીધા, થાપણિ મોસા કીધા રે હ...(૭૬) રડતી પડતી ગિરી આખડતી, ચઢતી ગઢ ગિરનારી, નેમિ જિસેસર નયણે દીઠા, રંગી રાજુલી નારી રે હ..(૭૭) નવભવ કેરી તેરી નારી, કાં મેલ્હી નિરધારી, નેમિ જિસેસર જોઈ નારી, સાર કરો તમારી રે હ...(૭૮) ત્રિટડઈ ત્રિભુવન કેરા રાજા, દીપઈ નવલ દવાજા, ચુસઠિ ઇંદ્ર કરઈ કઈ સેવા, મુગતિ તણાં ફલ લેવા રે હ...(૭૯) રાજિમતી કહઈ બે કરજોડી, મ કરૂ આડા ખોકી, સામલવન હું સામી રે, મોટા ચરણ ન છોડું તોરા રે હ...(૮૦) નેમિ જિસેસર નેહલ્યું પાલિઉં, દુર્ગતિ ની ભવ ટલિઉં, રાજીમતીના વાંછિત ફલીયા, બે જણ મુગતિઈ મલીયા રે હ...(૮૧) હમચી હમચી હમચડી, હમચી છઈ ચોરાશી, મુનિ લાવણ્યસમય ઈમ બોલઈ, હમચી હરષિઈ વાસી રે હ...(૨) સંવત પન્નર બાસઠઈ રે, ગાયુ નેમિકુમારો, મુની લાવણ્યસમય ઈમ બોલઈ, વરતિઉ જય જયકારો રે હ...(૮૩)
ઈતિશ્રી નેમિનાથ હમચી સંપૂર્ણ
સંદર્ભ : જૈન સાહિ. કાવ્ય પ્રકારો પા. ૧૬૫
૧. કુલ ચોરાશી ગાથાની આ હમચી છે.
૭૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org