________________
૫૯
આ છે અણગાર અમારા
ચડવીસું । અર્થાત્ દરેક તીર્થંકરોએ એક દેવદુષ્ય સહિત સંસાર છોડેલો છે. આમ અનેક રીતે સમજાવ્યા પણ તે ન સ્વીકારતાં શિવભૂતિ મુનિ દિગમ્બર બની વસતિ બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા.
એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી થઈ હતી તે શિવભૂતિને વંદન કરવા ગઈ. ત્યાં શિવભૂતિને નગ્ન દેખી પોતે પણ નગ્ન બની વિચરવા લાગી. એક વખતે તે સાધ્વી ભિક્ષાર્થે શહેરમાં આવી તે વખતે એક વેશ્યાએ તેને નગ્ન જોઈને તેના શરીર પર સાડી નાખી. તે સાડી સાથે શિવભૂતિ પાસે આવી ત્યારે શિવભૂતિએ કહ્યું કે, “આ વસ્ર તું તારી પાસે જ રાખ કેમ કે તને દેવતાએ અર્પણ કર્યું છે.’” એટલે ત્યાર પછી તે સાધ્વીજી વસ્ત્ર સહિત વિચરવા લાગ્યાં.
,,
શિવભૂતિએ કોડિન્સ અને કોષ્ટવીર નામના બે શિષ્ય કર્યા. ક્રમે ક્રમે સંખ્યા વધી અને નવી પરંપરા ચાલુ થઈ. ત્યાર પછી અલગ શાસ્ત્રો રચાયાં. આમ વી.સં. ૬૦૯ થી દિગંબરોની શરૂઆત થઈ.
શ્રી વજ્રસેન સ્વામી ૩૬ વર્ષ સુધી આચાર્યપદે રહી સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભોગવી વીર સંવત ૬૨૦, વિક્રમ સંવત ૧૫૦માં સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૧૬ શ્રી ભદ્રગુપ્ત સ્વામી, બીજા મતે આર્યરોહ સ્વામી. પાટ-૧૭ શ્રી વયર સ્વામી, બીજા મતે ફાલ્ગુણમિત્ર સ્વામી. પાટ-૧૮ શ્રી આર્યરક્ષિત સ્વામી, બીજા મતે ધરણીધર સ્વામી.
પાટ-૧૯ શ્રી નન્દિલાચાર્ય, બીજા મતે શિવભૂતિ સ્વામી. પાટ-૨૦ શ્રી નાગહસ્તી સ્વામી, બીજા મતે શ્રી આર્યભદ્ર સ્વામી. પાટ-૨૧ શ્રી રેવતી આચાર્ય, અન્ય મતે આર્યનક્ષત્ર સ્વામી. પાટ-૨૨ શ્રી સિંહાચાર્ય.
પાટ-૨૩ શ્રી સ્કંદિલાચાર્ય, અન્યમતે શ્રી નાગાચાર્ય. પાટ-૨૪ શ્રી નાગજિતાચાર્ય, અન્યમતે શ્રી હિલવિષ્ણુ આચાર્ય. પાટ-૨૫ શ્રી ગોવિંદાચાર્ય.
પાટ-૨૬ શ્રી ભૂતદિનાચાર્ય અન્યમતે કંદિલાચાર્ય. પાટ-૨૭ શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ.
અહીં સુધી એટલે વીર સંવત ૯૮૦ સુધીમાં ઉપરોક્ત આચાર્ય ભગવંતો મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાટ પર અનુક્રમે થયા. તે સમય દરમ્યાન અનેક જાતની ચડતીપડતી આવી ગઈ તે સર્વે ઊતરતા કાળનો પ્રભાવ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org