________________
૫૮
પટ્ટાવલિ શાંતિ થઈ. સૌ તે શેઠનો ઉપકાર માનવા લાગ્યા. ધીરે ધીરે દુષ્કાળ દૂર થયો અને સર્વત્ર સુકાળ પ્રવર્તવા લાગ્યો.
વજસેનસ્વામીએ જે ભવિષ્ય કથન કરી જિનદાસ પર અથાગ ઉપકાર કરેલો; તેના બદલામાં જિનદાસ શેઠે પોતાના ચાર પુત્રો :- ૧. ચંદ્ર, ૨. નાગેન્દ્ર, ૩. નિવૃત્તિ અને ૪. વિદ્યાધર; વજસેનસ્વામીને શિષ્યાર્થે અર્પણ કર્યા. તે ચારેને દીક્ષા આપી ગુરુદેવે ખૂબ ભણાવ્યા પરંતુ છેવટે તે ચારે શિષ્યો ગુરુ આજ્ઞામાં ન રહેતા જુદા જુદા વિચર્યા અને તેમણે નવા ચાર ગણ્ય સ્થાપ્યા.
શ્રી વજસેનસ્વામી ૩૬ વર્ષ સુધી આચાર્યપદે રહી સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભોગવી વીરસંવત ૬૨૦, વિ.સં. ૧૫૦માં સ્વર્ગવાસ પામ્યા.
દિગમ્બર સંપ્રદાયની ઉત્પત્તિ
શ્રી વજસેન સ્વામીના શાસનમાં વીર સં. ૬૦૯ અને વિ.સં. ૧૩૯ની સાલમાં દક્ષિણ ભારતના કર્ણાટક રાજયમાં દિગમ્બર સંપ્રદાય શરૂ થયો તેની ટૂંક વિગત નીચે પ્રમાણે છે.
રથવીરપુર નામના નગરમાં એકદા કૃષ્ણ નામના આચાર્ય પધાર્યા. તેમની સાથે શિવભૂતિ નામના મુનિ હતા. તે મુનિને રાજાએ એક રત્નકંબલ વહોરાવી. મુનિને તે રત્નકંબલ પ્રત્યે અત્યંત મોહ જાગ્યો. તે જોઈ ગુરૂમહારાજે કહ્યું કે, આવું બહુમૂલ્ય વસ્ત્ર રાખવું ઉચિત નથી, એમ કહીને તેમણે રત્નકંબલના ટુકડા કરી નાખ્યા અને રજોહરણના નિશિથિયા બનાવી નાખ્યા. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો અને ખેદ પામ્યા.
ત્યાર પછી કોઈ એક દિવસ આચાર્ય મહારાજ જિનકલ્પી સાધુઓનો આચાર વર્ણવી રહ્યા હતા; તે વખતે શિવભૂતિએ કહ્યું કે, “જ્યારે જિનકલ્પી સાધુઓનો આવો ઉત્કૃષ્ટ આચાર છે ત્યારે તમે શા માટે આવી ઉપધિ રાખી રહ્યા છો?” ગુરૂમહારાજે કહ્યું કે, “આ કાળમાં જિનકલ્પીપણું પાળી ન શકાય કારણ કે એવું સંઘયણ નથી તથા તેટલું જ્ઞાન નથી.” આ સાંભળી શિવભૂતિએ કહ્યું કે, “તમારી વાત યથાર્થ નથી. તીર્થકરો પણ અચેલક હતા માટે વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “તમે વસ્ત્રાદિ પરિગ્રહના સર્ભાવમાં કષાય, મૂર્છાદિ દોષો કેમ નથી સ્વીકારતા?” તીર્થકરો પણ એકાંત વસ્ત્રરહિત ન હતા કેમ કે આગમ સાક્ષી આપે છે. સર્વે વિ દુખ નિયા વિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org