________________
૬૦
મૂર્તિપૂજાની શરૂઆત ક્યારે થઈ ?
શ્રી વીર નિર્વાણ ૧૭૦માં શ્રી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસ થયા બાદ શ્રી વિશાખાચાર્ય નેપાળથી પાટલીપુત્ર આવ્યા, તે વખતે શ્રી સ્થૂલિભદ્રસ્વામી ગામની બહાર વસતિથી દૂર રહેતા હતા, તેઓ શ્રાવકોના અતિ આગ્રહથી દેશકાળ વિચારીને વસતિમાં વાસ કરવા લાગ્યા. જ્યારે વિશાખાચાર્ય પૂર્વ પ્રણાલિકાને વળગી રહી વસતિ બહાર વનમાં રહ્યા. શ્રી સ્થૂલિભદ્રજી તથા શ્રાવકોના અતિ આગ્રહભરી વિનંતી છતાં શ્રી વિશાખાચાર્યે પોતાનો આગ્રહ ન છોડ્યો. પરિણામે તે વખતથી સમાજમાં બે પક્ષ પડ્યા. (૧) વસતિવાસી મુનિ અને વનવાસી મુનિ.
પટ્ટાવલિ
બન્ને પક્ષો પોતે યોગ્ય કરે છે અને બીજો પક્ષ યોગ્ય નથી કરતો; એવા આગ્રહથી પોતપોતાના પક્ષ જમાવવાને યથાશક્ય સર્વ પ્રયત્નો કરવા લાગ્યા, એ પ્રયત્નો મમત્વ અને છેવટે ઈર્ષામાં પરિણમ્યા અને એ ઈર્ષા વાણી દ્વારા પરસ્પરની નિંદાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થવા લાગી.
આ એક જ સમાજના બે આચાર્યોના મતભેદનો લાભ લઈ બૌદ્ધો અને વેદાંતિઓ પોતાનો પક્ષ પ્રબળ કરવાને અનેકવિધિ પ્રયત્ન કરવા લાગ્યા કારણ કે બેની લડાઈમાં ત્રીજો ફાવે.”
જૈન સમાજના આંતરક્લેશના પરિણામે અને સુવિહિત સાધુ સમાગમના અભાવે ગૃહસ્થોની જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘટતી ચાલી. એમાં પણ ખાસ કરીને રાજાઓ જે જૈનધર્મી હતા તેઓ એ ક્લેશના પરિણામે ઈતરપંથ તરફ આકર્ષાયા અને જૈન મટી જૈનેતર બનવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈને કેટલાક સુવિહિત અને સમાજહિતની સાચી ધગશવાળા આચાર્યોએ રાજાઓ અને ગૃહસ્થોને જૈન ધર્મથી પતિત થતા અટકાવવા માટે શું કરવું ? તેનો વિચાર કર્યો અને એ વિચારને પરિણામે તેમણે નિશ્ચય કર્યો કે -
“રાજાઓ અને ગૃહસ્થો જૈનેતર સમાજમાં જાય છે એનું ખાસ કારણ તેઓના ઈષ્ટદેવની મૂર્તિનું આકર્ષણ છે. ધર્મગુરુઓ હાજર હોય કે ન હોય પણ પ્રભુનાં દર્શન કરીએ, તેનું પૂજન-અર્ચન કરીએ તો પણ આત્મકલ્યાણ સાધી શકાય છે.’ આ પ્રકારની ભાવનાના યોગે રાજાઓ વગેરે જૈન ધર્મ તજી દઈ ઈતર પંથમાં જાય છે. માટે તેઓને ધર્માંતર કરતા અટકાવવા માટે આપણે પણ શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાનું અવલંબન બતાવીએ તો જરૂર ઘણા મનુષ્યો ધર્માંતર કરતાં અટકે. વળી સિદ્ધાન્તોમાં પણ સ્થાપના કરવામાં કોઈ જાતનો પ્રતિબંધ નડતો નથી. અને એ પ્રતિમાને અવલંબન તરીકે માનવાથી બાળજીવોને ધર્મભ્રષ્ટ થતાં બચાવી શકાશે. આમ શુભ હેતુથી તેમણે મૂર્તિપૂજાની શરૂઆત કરી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org