________________
આ છે અણગાર અમારા
૪૩૯ બિમાર પડયા. ભૂજના ખ્યાતનામ ડોકટર અશોક હિન્દુજા (M.D.) તથા ડોકટર જયોતિબહેન હિન્દુજા દંપતીએ હૃદયના ભાવથી સારવાર કરી હતી. પરંતુ તૂટીની કોઈ બૂટી નહિ એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૫૦, અષાઢ વદિ-૪, મંગળવાર, તા. ૨૬-૭-૧૯૯૪ ના રાત્રિએ ૧૧.૨૦ કલાકે આત્મજાગૃતિ સાથે સર્વ જીવોને ખમાવી, ટૂંકી માંદગી ભોગવી ૫૪ વર્ષનો વિશુદ્ધ સંયમ પાળી ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. ભૂજના જૈન તથા જૈનેતર લોકો ચોધાર આંસુએ રડી પડયા. જૈન સમાજના સાતે ગચ્છના ભાવિકોએ પૂ. મહાસતીજીના માનમાં આખો દિવસ કામકાજ બંધ રાખ્યા હતા. ભૂજની આજુબાજુના ગામો સુખપર, માનકુવા, સામત્રા તથા માધાપરનાં જૈન સમાજે પણ અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખી પાલખી યાત્રામાં જોડાયા હતાં. હજારો જૈન-જૈનેતર ભાવિકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જન્મ ભૂમિ - દીક્ષા ભૂમિ તથા સ્વર્ગવાસ ભૂમિ - ભૂજની ભૂમિ ધન્ય બની ગઈ.
'સરળ હૃદયી મહાસતીજી શ્રી વિમળાબાઈ આર્યાજી
“નામ વિમલ, જીવન વિમલ, કામ વિમલ, સંયમ વિમલ; ગુરૂ આજ્ઞા કરી સદા અમલ, જન્મારો થયો ગુરૂણી સફલ.”
કુલ દીપિકા હતા અમારા, યાદગાર છે પગલાં તમારા” પૂ. વિમળાબાઈ મહાસતીજી લાકડીયા ગામના જ સુપુત્રી હતા. ફરીયા પરિવારમાં સંવત ૧૯૭૬ કારતક સુદ-૫ ના પુણ્યવંતા સંતોકબાઈ માતાની કુક્ષીએ જન્મ લીધો. ધન્ય ગ્રહસ્થાશ્રમી શ્રી ખાંખણભાઈના કુલ દીપિકા બન્યા. માતાને મન કોડ ઘણા ને સંસારમાં પગરણ. આઘોઈના હાલ લાકડીયાના નાથાભાઈ ગડાના સુપુત્ર હેમરાજભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. સંસારે ક્રૂરતા ફેલાવાની બાથ ભીડી પણ. મક્કમ પગલે તેને પણ ચેલેન્જ આપી. યુવાન વયમાં જ વૈરાગ્ય વાસીત થઈ સંયમ લેવાનો નિર્ધાર કર્યો...
મેરો મન હુવો વૈરાગી, કાકર બન રહું સોભાગી” પૂ. વિમળાબાઈ મ.સ. સંવત ૧૯૯૯ ફાગણ સુદ-૨, ગુરૂવારના પૂ. તપસ્વી ગુરૂદેવ શામજી સ્વામીના શ્રીમુખે વેલ-માણિક્ય - પરિવારના વિદુષી મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી ગુરૂણીશ્રીના સાંનિધ્યમાં ૨૩ વર્ષની ઉંમરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org