________________
४४०
મહાસતીજી શ્રી વિમળાબાઈ આર્યાજી લાકડીયા ગામમાં દિક્ષીત થયા. જૈન શાસનના ચરણે સમર્પિત થયા. એમના અંતરની એક જ અભિલાષા હતી. ગુરૂની પ્રસન્નતા એ જ મારી પ્રસન્નતા. ગુરૂની આજ્ઞા એ જ મારો શ્વાસ. ગુરૂની સેવા એ જ મારો વિશ્વાસ. સમય સમયનો સદુપયોગ કરતા રહ્યા ને મસ્ત સંયમ જીવનમાં વધતાં રહ્યા આગે ને આગે... ગુરૂ એમના હૃદયમાં તો વસી ગયા. તેઓશ્રી પણ ગુરૂના હૃદયમાં વસી ગયા...
“વન પણ બન્યા ઉપવન, ખીલ્યા પગ પગ સુમન; લહેરાયા ચોતરફ ચમન, ઓ ગુરૂણી આપને અગણિત નમન.”
પૂ. વિમળાબાઈ મ. ની સંયમ પર્યાય ૬૨ વર્ષ હતી. ૬૨ વર્ષ સંયમ પર્યાય દરમ્યાન કચ્છ - કાઠિયાવાડ – ગુજરાતમાં વિચર્યા અને વાગડ પ્રાંતમાં સુવઈ – રવ-ત્રંબૌ - રામવાવ વગેરેના ઉધ્ધારક બન્યા. હૃદયમાં મૈત્રીભાવના વહેતાં ઝરણાં સાથે નિવાસ કર્યો... જોઈએ તેટલા માનવી તો ઘણા મળે છે પણ જોઈએ તેવા સંત તો જુજ જ મળે છે. બસ તેમાં એક આપ હતાં કે આપની ઉદાર ભાવના દ્વારા સહુને ધર્માનુયાયી બનાવતા. હૃદયમાં વાત્સલ્ય અને મુખમાં મીઠાશ આ બે ઉત્તમ શસ્ત્રો દ્વારા સહુને જીતવાની અજબ કળા ધરાવતાં, વિચરણ કરતાં સાથે સાથે સ્વાધ્યાયની સરગમ દ્વારા આત્માનંદ અનુભવતા...
જાજરમાન કરાવે ઝાંખી, એવી આભા સદાય રાખી”
પૂ. મ. શ્રી વિમળાબાઈ સ્વામીનું આગવું વ્યક્તિત્વ એવું હતું કે એમની ઝાંખી કરતાં જ માન પેદા થાય. સંપૂર્ણ સ્વાવલંબી અને સ્વમાની જીવન... નિરાશા અને પરવશતા તો એમની ચારે તરફ ચક્કર લગાવીને દર્શન કરી દૂર ચાલી જતી. સ્વસ્થ અને સદા મસ્ત, સેવા કરવી પણ લેવી નહીં. બને ત્યાં સુધી જીવન ચર્યા જાતે જ કરી લેવી એવો મક્કમ ઉલ્લાસ હતો. કેટલાય આત્માઓએ પૂ. શ્રીના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વજીવન સ્વસ્થ બનાવ્યા.
આ હતી આપની ગુણગરિમા જેવા કે સરળતા, ગંભીરતા, સૌમ્યતા, વૈરાગ્ય, સેવાભાવ, જયણાવંત સહનશીલતા... આદિ અનેક...
“તુમ હમારે રાહબર રહે, તુમ હમારે માલી તુમ્હારે હી હાથો સે, હમારી જીવન કલા ખિલી” પૂગુરૂણીશ્રીએ સંસારની અસારતા સ્વજીવનમાં ઘૂંટી અને ઘૂંટડા ભવ્યાત્માઓને પાયાને એ રસ પીતાં (૨) કેટલાયે શિષ્યાઓને વૈરાગ્ય - વાસીત બનાવ્યા... અનેક આત્માઓને સંસારથી મુક્ત કરી કૃતાર્થ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org