________________
૪૩૮
પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી
1 ગુરૂણી અમારા ગુણના ભંડારા, વિ.સં. ૨૦૪૫ ના મહા સુદિ-૫ ના પૂ. તીર્થસ્વરૂપા મહાશ્રમણી વેલબાઈ મહાસતીજીની જન્મ શતાબ્દિ તથા શાસનોદ્ધારક પૂ. આચાર્ય ભગવંત શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ૬૭ વર્ષની ઉંમરે ઉપવાસ વર્ષીતપ અખંડ ચલાવ્યો. પોતાના સાધના કાળમાં ૧૦ઉપવાસ, અઠ્ઠાઈ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, બે વર્ષીતપ, એક વર્ષ એકાંતરા આયંબિલ, એક વર્ષ એકાંતરનીવી, ૨૦ સ્થાનકની ઉપવાસે ઓળી, ૨૫૦ પચ્ચખ્ખાણ ઉપરાંત અઠ્ઠમ, છઠ્ઠ આદિ પુષ્કળ તપસ્યા કરી હતી.
પૂ. મહાસતીજી હંમેશા માતા જેવા વાત્સલ્યભાવથી શ્રાવક-શ્રાવિકાઓને તેમનું જીવન ઉન્નત બનાવવા બોધ આપતા કહેતા કે જીવન ઉગતું બનાવવું છે તો સૂર્યમુખી જેવા બની જાવ. સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં સૂર્યમુખી પોતાનું મુખ ફેરવે છે એમ સગુણો હોય તે જ દિશામાં આપણી નજર ફેરવીએ તો આપણામાં પણ સદ્ગુણો આવે છે.
પૂ. મહાસતીજી અપ્રમત્ત સાધિકા હતા. પવિત્ર તપ તેજ યુક્ત નિર્મલ ચારિત્રનો તથા સરળતાનો જોટો જડવો મુશ્કેલ છે. તેઓશ્રી ગુણના ભંડાર હતા. તેમના વ્યક્તિત્વને માપવા આપણો માપદંડ ટૂંકો પડે. પૂ. વેલબાઈ માણિક્ય પરિવારના ૧૨૯ સાધ્વીજીના વડેરા સંઘાડાનાયક હતા. તેમના આજીવન અંતેવાસી યુગ્મ શિષ્યરત્નો બા.બ્ર. મીનાકુમારીજી આર્યાજી તથા બા.બ્ર. નિરંજના કુમારીજી આર્યાજી આદિ ઠાણા-૧૯ ના જીવનશિલ્પી હતા. શાસનના અણમોલ રત્ન હતા.
પૂ. મહાસતીજી ભૂજના પનોતા પુત્રી હતા. ભૂજ સંઘના માજી સંઘપતિ સ્વ. મોહનલાલ ભાણજી શાહ તથા સંઘપતિ શ્રી ગુલાબચંદ પોપટલાલ શાહના સગા કાકાઈ બહેન હતા.
વિ.સં. ૨૦૫૦ની સાલે તેમનું ચાતુર્માસ ભૂજમાં નક્કી થયું. મોહનભાઈની હાજરીમાં ૨૦ ઠાણાનું ચાતુર્માસ નક્કી થયેલ, પરંતુ મોહનભાઈ એ ચાતુર્માસ પહેલાં જ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તેમની ભાવનાને તેમના ધર્મપત્ની શ્રી વસંતબહેન તથા સુપુત્રો હર્ષદભાઈ તથા હીરેનભાઈએ ચરિતાર્થ કરી. સં. ૨૦૫૦ ની સાલે ભૂજ ચાતુર્માસ પધાર્યા પછી જૈન ભવનમાં સ્થિરવાસ માટે પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી સંઘ વૈયાવચ્ચ માટે આતુર હતો પણ ભાવિના ભેદને કોણ જાણી શકે? ચાતુર્માસના પ્રારંભમાં જ પૂ. મહાસતીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org