________________
આ છે અણગાર અમારા
૪૩૭ હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે.”
વિ.સંવત ૨૦૪૨, ફાગણ વદમાં પૂ. મહાસતીજીને ગળામાં થાઈરોઈડની ગાંઠ નીકળી. ડોકટરે ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન પછી ગાંઠની બાયોપ્સી રાજકોટમાં કરાવતાં તે કેન્સર ગાંઠ' હોવાનું તારણ નીકળ્યું. બોલવાનું તદન બંધ થઈ ગયું. ડોકટરે કહ્યું, સ્વરપેટીને નુકસાન થયું હોવાથી હવે બોલવાના ચાન્સ બહુ ઓછા છે. પરંતુ પૂ. મહાસતીજીને નવકાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી. ઓપરેશન બાદ તરતજ સાડા ત્રણ કરોડ નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” પદની આરાધના શરૂ કરી. દરરોજ અરિહંત પદની ૫૦ માળા ગણતા. આ રીતે દરરોજ ૫,૦૦૦ થી વધારે જાપ થવા લાગ્યા. દોઢ મહિના સુધી આ જાપ અવિરતપણે ચાલુ રહ્યા. વાચા બિલકુલ બંધ થઈ ગઈ હતી તે નવકાર મહામંત્રના પ્રભાવે ચમત્કાર સર્જાયો. પૂ. મહાસતીજીને કેન્સર મટી ગયું તથા રાજકોટ મુકામે કરવામાં આવેલ સ્પીચ થેરાપીની સારવાર સફળ નીવડી અને સ્વરપેટી કામ કરતી થઈ ગઈ. નવકાર મહામંત્રની આવી શ્રદ્ધાથી સૌને પ્રભાવિત કરી દીધા.
વિ. સંવત ૨૦૪૪ ના ભોરારા ચાતુર્માસથી પુનઃ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે ૨૦૪૯ ના સમાઘોઘા ચાતુર્માસ સુધી જિનવાણીની સરિતા વહાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સં. ૨૦૪૮ ના અમદાવાદ (પાલડી) ચાતુર્માસમાં પક્ષઘાતની બિમારી છતાં જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં સ્થિર થઈ નવકાર મહામંત્રના અખંડ જાપ કરવા લાગ્યા. તેના પ્રભાવથી તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. સં. ૨૦૫૦ ના ભૂજ ચાતુર્માસમાં પણ પોતે માંગલિક ફરમાવતા. એમની સરળતાથી આબાલવૃદ્ધ પ્રભાવિત થઈ જતા.
પ્રભુ નામની ઔષધિ, ખરા ભાવથી ખાય;
રોગ શોગ આવે નહિ, સંકટ સવિ મીટ જાય” વિ.સં. ૨૦૪૩ ની સાલે માળિયા મુકામે ત્રણ દિવસ બેશુદ્ધ અવસ્થામાં હતા. ત્યાંથી મોરબી લઈ જવામાં આવ્યા. ત્યાં બે દિવસ બેશુદ્ધ અવસ્થામાં રહ્યા પરંતુ અરિહંતના નિરંતર જાપ ચાલુ કરી દીધા. મોરબીના કન્સલ્ટીંગ એમ.ડી. ડોકટર એન.યુ. સંઘવીએ સાચા ભાવથી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. તેઓ નવાઈ પામી ગયા કે મહાસતીજીની નવકાર મંત્ર પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા ! ડોકટરને થયું કે મારી દવા કરતાં જાપથી મળેલી દુવા મહાસતીજીને સારું કરી દેશે. ખરેખર પ્રભુ નામની ઔષધિમાં અમૂલ્ય લાભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org