________________
૪૩૬
પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી
શાનો વરઘોડો છે ?'’
ત્યારે જાણવા મળ્યું કે રંભાબહેન જૈન દીક્ષા અંગીકાર કરવાના છે તેમની આ વરણાગી છે. તે વખતે ગંગાબા કહે, દીકરીને ઉપર બોલાવો. તરત જ રંભાબહેન ઉપર ગયા. પરી જેવી દીકરીને જોતાં જ મહારાણી સાહેબા બોલ્યા, ‘દીકરી ! આવી યુવાનીમાં દીક્ષાની વાત કેમ કરે છે ? શું તારું કોઈ નથી ? હું તને સંભાળીને રાખીશ. રાજ મહેલમાં સુખપૂર્વક રહેજે' ત્યારે રંભાબહેને પોતાની જ્ઞાનદૃષ્ટિથી જવાબ આપ્યો, ‘બા ! મારી સંભાળ લેનારા ઘણા છે, પરિવાર મોટો છે પણ સંસારની અસારતા જાણી પરમપદની પ્રાપ્તિના માટે હું ત્યાગ માર્ગે જઈ રહી છું, મને આશીર્વાદ આપો.’
આવી અદ્ભુત ત્યાગ ભાવનાથી મહારાણી ખૂબ જ પ્રભાવિત થયાં. તેમણે કહ્યું ‘આની વરણાગી દરરોજ મહેલ પાસેથી લઈ જજો. અમે તેના મુખારવિંદને જોઈ આશીર્વાદ આપશું તથા વરણાગીમાં રાજ રિયાસત આપશું. છેલ્લા દિવસે હાથીની અંબાડી ઉ૫૨ આ શોભાયાત્રા નીકળી હતી. આવી રીતે ભૂજના આંગણે આ પ્રસંગ માત્ર જૈન સમાજ માટે નહિ પરંતુ સમગ્ર નગર માટે આ દીક્ષા ઐતિહાસિક હતી. “મરંડપસ્વી વ ચરેપ્લમો ।" ભારડ પક્ષીની જેમ અપ્રમત્તદશામાં વિચરવું જોઈએ.
પૂ. મહાસતીજી પ્રથમથી જ અપ્રમાદી હતાં. પોતાની દીક્ષાની શોભાયાત્રા સમયે કંઠસ્થ કરેલા થોકડા આદિ મનમાં ફેરવી લેતા. તેમની એકાગ્રતા એટલી હતી કે ગમે તેવો ઘોંઘાટ હોય તો પણ ભૂલ ન પડે. ‘સમય ગોયમ ! મા પમાયણ' આ શાસ્ત્ર વાક્યને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યું હતું.
‘‘વિળયે વેજ્ઞ અપ્પાળમિ ંતો હિંગમષ્યનો ।’' આત્માનું હિત ઈચ્છનારે પોતાની જાતને વિનયમાં સ્થાપિત કરવી જોઈએ, અર્થાત્ વિનયી થવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનના ભાવોને એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. ગુરૂણીને સમર્પિત થઈને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ આત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ કરવા લાગ્યા. આગમના અર્ક રૂપ થોકડા તથા જૈન શાસ્ત્રોના મૂળપાઠ તથા અર્થ કંઠસ્થ કરીને ખૂબ સારું જ્ઞાન સંપાદન કર્યું. સૌમ્ય પ્રકૃતિ, સંયમની શુદ્ધિ તથા શાસ્ત્ર પદ્ધતિએ વ્યાખ્યાન આપવાની કળાથી શાસનની ખૂબ જ પ્રભાવના કરતા. તેઓ બૃહદ્ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ધર્મનો સારો પ્રસાર કરતા હતા. સ્વભાવે એટલા બધા સરળ હતા કે અમદાવાદના ભાવિકો તેમને “ભગવાન” કહીને સંબોધતા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org