________________
૪૩૨
પૂ. સૂરજબાઈ મહાસતીજી “સુંદરની દીક્ષા હું મારા ખર્ચે, મારા ઘરે માંડવીમાં કરીશ.”
ભચીબહેન એટલે એક જાજવલ્યમાન પ્રતિભાશાળી બહેન હતાં, જેઓ પુરુષ જેવા ખમીરવંતા હતા. ખૂબ જ બુદ્ધિશાળી હતાં તથા ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા રાખનારા હતા.
| ભાવનાશીલ ભચીબહેને લીધેલો દીક્ષાનો મહામૂલો લાભ અત્યંત ભક્તિશીલ ભચીબહેને સુંદર બહેનની દીક્ષા ખૂબ જ ધામધૂમથી કરી. અજરામર સંપ્રદાયના સુવર્ણયુગપ્રવર્તક આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીએ તેમને દીક્ષા આપી. તેમનું નૂતન નામ “બા.બ્ર. સૂરજબાઈ મહાસતીજી” રાખ્યું. તે ધન્ય દિવસ હતો. વિ. સં. ૧૯૯૨, ફાગણ સુદ-૨ નો પવિત્ર દિવસ. તે સમયમાં બાલ બ્રહ્મચારી દીક્ષા લે એવી ઘટના ભાગ્યે જ બનતી. તેમાંય આ નવદીક્ષિતા સ્વરૂપવાન, બુદ્ધિશાળી હોવાથી વિશેષ દેદીપ્યમાન દેખાવા લાગ્યા.
૧૯ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા બાબ્ર. સૂરજબાઈ મહાસતીજી ઉપર દીક્ષા પછી માત્ર દોઢ મહિના પછી વ્યાખ્યાનનો બોજો આવ્યો. તે સમયમાં આટલા પુસ્તકો કે ગુજરાતીમાં શાસ્ત્રો ઉપલબ્ધ ન હતાં છતાં તેઓ ગુરૂકૃપાથી તથા પ્રબળ પુરૂષાર્થથી સારા વ્યાખ્યાનકાર બન્યા. સિંહણ જેવી તેમની ગર્જનાથી લોકો ખુબ જ પ્રભાવિત થતા. ૪૦ વર્ષ સુધી સતત વ્યાખ્યાનનું કાર્ય તેમણે સંભાળ્યું. તેમાં કેટલાંક વર્ષો તો સવારે અને બપોરે ગોચરી વહોરવા પણ પોતે જતા.
“બ્રહ્મચારી ભગવાન કહાવે” એ ન્યાયે પૂ. સૂરજબાઈ મહાસતીજી જ્યારે જ્યારે માંડવી પધારતા ત્યારે જાણે ભગવાન પધાર્યા હોય એવો આનંદ લોકોને થતો. તેમની સિંહગર્જના જેવું જોશીનું વ્યાખ્યાન સાંભળવા માનવ મહેરામણ ઉમટતો હતો. એમની વાણીના રણકારથી લોકોમાં વીરતા પ્રગટતી તેમનો બુલંદ અને પહાડી અવાજ સાંભળી શ્રોતાઓ ડોલી ઉઠતા.
- સાધુ તો ચલતા ભલા, ડાઘ ન લાગે કોય
પૂ. મહાસતીજી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આદિ પ્રાંતોમાં વિચર્યા તથા ચાતુર્માસ પણ કર્યા. કાઠિયાવાડમાં તો એવું આકર્ષણ જમાવેલું કે જયારે ત્યાંના ભાવિકો દર્શનાર્થે કચ્છમાં આવતા ત્યારે એમના વચનામૃતો જરૂર સાંભળતા.
સુવ્યાખ્યાતા છતાં સેવાથી શોભતા:- પૂ. મહાસતીજી પ્રભાવશાળી વ્યાખ્યાતા હોવા છતાં એટલા જ સેવાપ્રિય હતા. રત્નાધિક મહાસતીજીઓની અપ્રમત્ત ભાવે સેવા કરતા. પૂ. નાથીબાઈ મહાસતીજીની સેવા એક ધારી બે વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org