________________
આ છે અણગાર અમારા
૪૩૩
સમાઘોઘામાં કરી હતી. એકધારા ૪૧ વર્ષ પૂ. રતનબાઈ મહાસતીજીની છાયા બનીને રહ્યા હતા, જાણે એમના જમણા હાથ કેમ ન હોય. તેઓ પૂ. રતનબાઈ મ.ના આહારની તથા શરીરની સતત સંભાળ લેતા. ડગલે ને પગલે બધું યાદ કરાવે. તે બંનેનો સ્નેહ દૂધ-સાકરની જેમ એકમેક થઈ ગયેલો હતો, જાણે એક આત્માના બે શરીર. પૂ. રતનબાઈ મહાસતીજી માટે પૂ. સૂરજબાઈ મ. હૈયાના હાર કે આંખની કીકી સમાન હતા. પૂ. મોટા મહાસતીજી તેમને “મીઠું' “મારા સિંહ' આવા સુંદર સંબોધનથી બોલાવે અને રોજ પ્રાર્થના કરે કે “હે દેવાધિદેવ ! શાસનરક્ષક દેવો ! સૂરજને શાંતિ દેજો, સૂરજ મારી જીવાદોરી છે.” ઉત્તરાધ્યયન सूत्रमi sयुं छे? आणानिद्देसकरे, गुरुगमुववायकारए; इंगियागारसंपन्ने, से વિત્તિ શરૂા ગુરૂની આજ્ઞાને માનનારા, ગુરૂની સમીપે રહેનાર, ઈશારામાં સમજી જનારને વિનયી કહેવાય છે. આવા ગુણોના કારણે એમણે ગુરૂણીના હૃદયમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. છેલ્લે સુધી તેમણે ગુરૂણીની સેવાનો મહામૂલો લાભ લીધો હતો.
છેલ્લા છ વર્ષ તેઓશ્રી પોતાની જન્મભૂમિ સમાઘોઘામાં સ્થિરવાસ રહ્યા. શ્રી સંઘે અનન્યભાવે તેમની સેવા કરી તથા તેમની કાયમી સ્મૃતિ તરીકે “સૂર્ય સેનેટોરીયમ” તૈયાર કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
( સરળહૃદયી મહાસતીજી શ્રી દીવાળીબાઈ આર્યાજી ]
પૂ. દિવાળીબાઈ મહાસતીજીનો જન્મ ભચાઉ તાલુકાના મનફરા ગામે વિ.સં. ૧૯૭૨ની સાલમાં માતા કામલબહેન તથા પિતા વીરજીભાઈ ગાલાને ત્યાં થયો હતો. તેમના ભાઈનું નામ પેથાભાઈ તથા ભાભીનું નામ વાલીબહેન હતું. પોતાનું નામ દેમતબહેન હતું.
નાની ઉંમરમાં ખારોઈ ગામે કરશનભાઈ નીસર સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતાં. ટૂંક સમયમાં લગ્ન જીવનમાં તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું. તેથી તેમનું મન સંસાર ઉપરથી ઉઠી ગયું. પૂ. ગુરૂણીમૈયા નાથીબાઈ મહાસતીજીના ચરણ-શરણમાં જીવન સમર્પિત કરી વિ.સં. ૧૯૯૫ ની સાલમાં વૈશાખ સુદ-૩ ના દિવસે રામાણીયા મુકામે (અત્યારે અજરામર સંઘમાં સાધ્વી સંઘમાં સૌથી વડેરા મણિબાઈ મહાસતીજી સાથે) સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org