________________
૩૯૨
પૂ. રતનબાઈ મહાસતીજી
“ગુરૂ આપના મેઘરાજજી, મહાપ્રતાપી સંત; જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને, તોડ્યા કર્મના તંત.’’
નવદીક્ષિતા રતનબાઈ મ. સંયમ લઈને ગુરૂણીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનધ્યાનમાં લીન રહીને આત્મવિકાસ સાધવા લાગ્યા. તેમની ગુરૂસમર્પણતા અદ્વિતીય હતી. વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગ આદિ અનેક ગુણોની અભિવૃદ્ધિ
કરતા રહ્યા.
“સંયમ ઉપવનમાં કેલિ કરતા, પાળે દયા અપાર; સેવા તપને સ્વાવલંબનમાં, પળો કરે પસાર.”
પૂ. મહાસતીજી સરળતાના સાગર સમાન હતા. આવી સરળતા તથા સમર્પણતાથી ગુરૂકૃપાના પાત્ર બન્યા. પ્રથમ ચાતુર્માસ ગુંદાલામાં પૂ. વેલબાઈ મહાસતીજી આદિ ઠાણા-૧૦ સાથે કર્યું. આ ચાતુર્માસમાં દશવૈકાલિક સૂત્ર તથા થોકડા શીખી લીધા. ધીમે ધીમે વ્યાખ્યાન આપતા થઈ ગયા. સાચું જ કહ્યું છે કે, “ગુરુકૃપા હિ જેવાં શિષ્યં પર મંગલમ્' અર્થાત્ ગુરૂકૃપા જ શિષ્યાના માટે પરમ મંગલરૂપ છે. તેઓશ્રી રાત-દિવસ ગુરૂણીશ્રી તથા રત્નાધિક સતીજીઓની સેવા કરતા થાકતા નહિ. પોતાને ઉપવાસ હોય તો પણ ગોચરી લઈ આવે તથા જ્ઞાનપિપાસુ બહેનોને સજ્ઝાય આદિ શીખવાડે.
પોતાને વિશેષ જ્ઞાન ચડતું ન હોવાથી સેવામાં જીવન સમર્પિત કરી દીધું. ખરેખર સેવા જેવું કોઈ તપ નથી. સેવા સમાન કોઈ વશીકરણ મંત્ર નથી. સેવા કરનાર અવશ્ય મુક્તિના મેવા પામે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
“કાચી માટીનો આ દેહ જાણવો, તેનું શું કરું રે જતન; સેવા કરીને આ દેહ ગાળવો, તેનું નામ રતન.”
પૂ. વેલબાઈ મ.ની અગ્લાન ભાવે સેવા કરતા પૂ. રતનબાઈ મ.નો પ્રસન્ન ચહેરો બીજાને આશ્ચર્યચકિત કરી દેતો. ખરા દિલની ભક્તિપૂર્વક, ખંત અને નિષ્ઠાપૂર્વક જ્યાં સેવા થતી હોય ત્યાં દુગંચ્છાને ડોકિયું કરવાની તક ક્યાંથી મળે ? તેમની સેવા સહજ હતી. તેની પાછળ તેમની કાર્યનિષ્ઠા અને અપ્રમત્ત દશા કામ કરી રહી હતી.
વિ.સં. ૧૯૬૫નું ચાતુર્માસ ભોરારા હતું. તે પૂર્ણ કરી આજુબાજુના ક્ષેત્રોમાં વિચરી પુનઃ ભોરારા પધાર્યા. તે વખતે પૂ. વેલબાઈ મહાસતીજીની તબિયત વધારે નરમ હતી. તે અરસામાં તેમના સંસારી કાકાના દીકરાના લગ્ન હતા. તે વખતે સંસારી કાકા મુરગભાઈ દર્શનાર્થે આવેલા ત્યારે તબિયત અંગેની વાત નીકળી એટલે પૂ. વેલબાઈ મ. કહ્યું, ‘મારી તબિયત સારી નથી તેથી મને લાગે છે કે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org