________________
આ છે અણગાર અમારા
૩૯૧
સમજી શકતા નથી. વિ.સં. ૧૯૫૮ની સાલમાં કર્મરાજાએ સુખમય દાંપત્ય જીવનમાં ભંગ પાડી દીધો. શ્રી મોનજીભાઈ વખારમાં માલ ભરી રહ્યા હતા ત્યાં પગમાં લોખંડનો એક ખીલો વાગ્યો. અશાતાવેદનીય કર્મનો એવો ઉદય થયો કે ઘાની અંદર રસી થવા લાગી. અનેક ઉપાયો કરવા છતાં ઘા રૂઝાયો નહિ, વેદના વધતી ગઈ. મોનજીભાઈને આંચકીઓ આવવા લાગી. માત્ર બે વર્ષના લગ્ન જીવનમાં તેમના સંથાનું સિંદૂર અને કપાળનું કુમકુમ ભૂંસાઈ ગયું. મોનજીભાઈ આ ફાની દુનિયાને છોડી સ્વર્ગવાસ પામ્યા.
રાણબાઈને માત્ર ૧૫મા વર્ષે વૈધવ્ય આવી ગયું. અત્યારે તો આવડી ઉંમરની બાળા યુનિફોર્મ પહેરીને શાળા કે કોલેજમાં જતી હોય !
રાણબાઈના કાકાજી તેમને મુંબઈથી રતાડિયા લાવ્યા. એ સમયના રિવાજ પ્રમાણે તેમને છ મહિના સુધી ખૂણો પાળવાનો હતો. એટલો સમય ઘરથી બહાર ન નીકળાય.
તેમની નસેનસમાં ખાનદાનીનું લોહી વહી રહ્યું હતું. તેઓ સાસુ-સસરાની અનન્ય ભાવે સેવા કરવા લાગ્યા. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાના કારણે સીવણ, ભરતકામ, આદિ કામ કરીને દરરોજની બે કોરી કમાતા. તે વખતે સસ્તાઈનો યુગ હતો.
“સંસારની ઘટમાળ છે એવી, બહુ દુઃખ અલ્પ સુખે ભરેલી
ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત શીધ્ર મળી જાય છે. રાણબાઈના કાકીજી સાસુ. પૂ. વેલબાઈ મહાસતીજી તથા નણંદ બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ વિ.સં. ૧૯૫૯ના અંતમાં રતાડિયા પધાર્યા. તેમના સત્સંગથી રાણબાઈને સંયમ લેવાના ભાવ જાગ્યા. પુ. વેલબાઈ સ્વામીએ રાણબાઈને એકડે એકથી શીખવાડવાની શરૂઆત કરી. નાની-મોટી બારાખડી પાટી પેન દ્વારા શીખડાવી દીધી તથા સામાયિકના સર્વ પાઠો પાટીમાં લખીને શીખવાડી દીધા. હવે એમની હિંમત વધી ગઈ.
રાણબાઈએ પોતાના અંતરની વાત સાસુ-સસરાજીને કરી. તેણે પ્રેમથી સંમતિ આપી. પૂ. વેલબાઈ આર્યાજી તથા વિદુષી પાંચીબાઈ આર્યાજી તેમના જીવનશિલ્પી બન્યા. તેઓશ્રી ગુરૂણીની સાથે વિહારમાં રહીને સંયમ જીવનની તાલીમ લેવા લાગ્યા.
વિ.સં. ૧૯૬રના જેઠ સુદિ-પના રાણબાઈની દીક્ષા એમના સસરાએ કરી. પૂ. સાહેબ શ્રી મેઘરાજજી સ્વામીએ તેમને દીક્ષા આપી. તેમનું નૂતન નામ રતનબાઈ મહાસતીજી રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org