________________
૩૬૦
શ્રી રામચંદ્રજી સ્વામી દબાવીને અનન્યભાવે સેવા કરી હતી. આવા સગુણોને યાદ કરતા આજે પણ હૈયું ગગદિત બની જાય છે. ૭૯ ઉપવાસ સુધી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીની રાત-દિવસ સેવા કરતા હતા એ જોઈને ઝાલાવાડના શ્રાવકો અત્યંત આશ્ચર્યચકિત થઈ જતા હતા.
૭૯ ઉપવાસના પારણા પ્રસંગે સમારોહના અધ્યક્ષ માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ રહેવાના હતા. તેઓ ૭૫મા ઉપવાસની રાતે દર્શનાર્થે કેરી બજારના ઉપાશ્રયમાં આવેલા. બધા સૂઈ ગયા હતા. બારણું ખખડાવ્યું ત્યારે તપસ્વી મ.શ્રીએ ખોલ્યું. શ્રી બાબુભાઈએ પૂછયું, “તપસ્વી મ. સાહેબ ક્યાં છે, મારે દર્શન કરવા છે.” તપસ્વી મ. સાહેબ કહે, “હું પોતે જ છું.” બાબુભાઈના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આટલા બધા ઉપવાસમાં પોતે દરવાજો ખોલે તથા માંગલિક સંભળાવે આ નવાઈની વાત હતી. શ્રી બાબુભાઈ અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા.
તે પ્રસંગમાં અતિથિ વિશેષ તરીકે રહેલા ગુજરાતના પંચાયત મંત્રી શ્રી ત્રંબકભાઈ દવેએ ફંકશનમાં કહ્યું, અમારે વૈષ્ણવોના ઉપવાસ ફરાળી હોવાથી મોંઘા પડે જ્યારે તમારા જૈનોના ઉપવાસમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ લેવાય નહિ તે પણ રાત્રે બંધ. ખરેખર તમારા ઉપવાસ આ વિશ્વમાં કઠિનમાં કઠિન છે. આવી તપસ્યામાં ૭૯ ઉપવાસ કરવા તે ખરેખર એક સિદ્ધિ કહેવાય.
નાના-મોટા દરેક ઠાણાની સેવા કરવી એ એમનો જીવનમંત્ર હતો. પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. સાહેબ શ્રી ચુનીલાલજી સ્વામી, પૂ. સાહેબશ્રી નરસિંહજી સ્વામી આ ત્રણે પદવીધરોની ખૂબ જ સેવા કરી હતી.
પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીની સેવા એકધારા ૧૮ વર્ષ સુધી કરી હતી. મુનિશ્રી પ્રકાશચંદ્રજીની સેવા એકધારા ૨૦ વર્ષ સુધી કરી હતી. ૩૦ વર્ષનું સાન્નિધ્ય હતું. તથા એમના પરિચયમાં આવેલા નાના-મોટા દરેક સંતોની અગ્લાન ભાવે સેવા કરીને સેવા શિરોમણિ સંત બન્યા હતા.
બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ ઉગ્ર તપસ્યા તથા સેવા જારી રાખ્યા
વિ.સં. ૨૦૫૫ની સાલે ફાગણ મહિનામાં પૂ. તપસ્વી મ. સાહેબનું બાયપાસ સર્જરી થયેલ. તે વર્ષે બે જ ઠાણા દાદરમાં ચાતુર્માસ હતા. મુનિશ્રી પ્રકાશચંદ્રજીએ ગોચરી પોતે વહોરી આવશે તેમ કહ્યું તે તપસ્વીરાજે ના પાડી તથા કહ્યું, “ગોચરી હું જઈશ, અંદરનું કામ હું સંભાળીશ, બહારનું કામ તું સંભાળજે.” પોતે બે મહિના સુધી દાદર ચાતુર્માસમાં ગોચરી જતા. બે માળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org