________________
આ છે અણગાર અમારા
૩પ૯ સમજાવવાથી તેમના કુટુંબીજનોએ તેમને રજા આપી ત્યારથી વાગડના સિંહણ મહાસતીજી શ્રી મોટા કુંવરબાઈ સ્વામી આદિ આ ગુરૂ ભગવંતોનો ખૂબ જ ઉપકાર માનતા હતા. તે વર્ષ પૂ. ગુલાબબાઈ મ. તથા પૂ. જવેરબાઈ મ.ને પૂ. ગુલાબચંદ્રજી સ્વામીએ દીક્ષા આપી હતી.
ત્યાર પછી વિ.સં. ૨૦૧૪માં બા.બ્ર. વિજ્યાબાઈ મ.ની દીક્ષા થઈ તથા ૨૦૧૬માં તપસ્વી રામચંદ્રજી સ્વામીની દીક્ષા થઈ ત્યારથી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી તરફ વિશેષ ભક્તિભાવ જાગ્યો. આમ પૂ. તપસ્વીરાજના પગલે ગુરૂદેવના શિષ્યો પણ વધ્યા અને શિષ્યાઓ પણ વધ્યા. પુણ્યાત્માના પગલાનો આ કેવો પ્રભાવ !
'૬૦ ઉપવાસમાં ભચાઉમાં કેશરની વૃષ્ટિ વિ.સં. ૨૦૩૧ની સાલે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પરમકૃપાળુ ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી આદિ ઠા.-૧૦નું ચાતુર્માસ ગુરૂભક્ત શ્રી પાંચાલાલ શિવજી કારિયાએ કરાવ્યું હતું. તે ચાતુર્માસમાં તપસ્વીરાજે ૬૦ ઉપવાસ કર્યા હતા. છેલ્લા ઉપવાસના દિવસે સાંજે ગરણાં, લૂણાં ધોતા ત્રાસની ચારે બાજુ કેશરની વૃષ્ટિ થઈ હતી. પોતે જયારે જયારે તપસ્યા કરતા ત્યારે સેવાનું કાર્ય તો હોંશે હોંશે સંભાળતા હતા.
મહાસતીજી આશ્ચર્યચકિત થઈ ગયા એકદા તપસ્વીરાજે માસખમણની તપસ્યા કરી હતી ત્યારે પૂ. ધનગૌરીબાઈ મ., પૂ. રશ્મિનબાઈ મ. આદિ ઠાણાઓ ૨૬મા ઉપવાસે દર્શનાર્થે ગયા હતા. ત્યારે તપસ્વી મ. સાહેબને જોયા નહિ તેથી પૂ. નવલ ગુરૂદેવને પૂછયું કે તપસ્વી મ. શ્રી ક્યાં છે? પૂ. ગુરૂદેવે કહ્યું, “એ તો વહોરવા ગયેલ છે.” મહાસતીજીના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આવી રીતે હંમેશા પોતે તપસ્યામાં પણ રાત-દિવસ સેવા કરતા હતા. નાના-મોટા દરેકની અગ્લાનભાવે સેવા કરતા હતા.
૬૩મા ઉપવાસે પ્રકાશ મુનિના પગ દબાવ્યા સંવત ૨૦૩૭ની સાલે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી આદિ ઠા.૧૧નું ચાતુર્માસ સુરેન્દ્રનગર કેરીબજારના ઉપાશ્રયમાં હતું. ત્યારે ૭૯ ઉપવાસની તપસ્યા ચાલી રહી હતી, એમની તપસ્યા જોઈને મને પણ અઠ્ઠાઈ કરવાના ભાવ જાગ્યા. અઠ્ઠાઈના છેલ્લા દિવસે ચૌવિહારો ઉપવાસ હતો. રાત્રે ઊંઘ આવતી ન હતી ત્યારે પોતાના ૬૩માં ઉપવાસે અડધી રાત સુધી જાગ્યા હતા તથા પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org