________________
૩૫૮
શ્રી રામચંદ્રજી સ્વામી
મહાન લાભ શ્રી ચંદુલાલ લવજીભાઈ તળશીભાઈ કુટુંબ પરિવાર તથા અન્ય ભાવિકો તરફથી લેવામાં આવ્યો હતો. શ્રી સુરેન્દ્રનગર સંઘના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવક ભાઈ–બહેનોએ ભગીરથ પુરૂષાર્થ દ્વારા નવકારશીની અદ્ભુત વ્યવસ્થા ગોઠવી હતી.
સ્વાગત પ્રવચન અને સમારોહનું સંચાલન ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ ચત્રભુજ શાહે તથા સંદેશાવાંચન શ્રી ચંદુભાઈ કોઠારી અને આભારદર્શન મંત્રી શ્રી કાંતિભાઈ કોઠારીએ કર્યું હતું.
પૂ. આચાર્યશ્રી રૂપચંદ્રજી સ્વામીની વયના ૯૪ વર્ષ મુજબ રૂ. ૯૪,૦૦૦ શ્રી સુવઈ-ત્રંબો-૨વ-નંદાસર વણોઈ અને ખેંગારપર સંઘના ભાઈઓ વતી હસ્તે સુવઈ સંઘના સંઘપતિ શ્રી રતનશીભાઈ ભીમજીભાઈ સાવલા તથા ત્રંબૌ સંઘના અગ્રણી શ્રી રતનશીભાઈ નપુભાઈ શાહે તથા કચ્છના અન્ય સંઘો વતી રૂ. ૫૧,૦૦૦/- હસ્તે દાનવી૨ શ્રી કોરશીભાઈ હીરજીભાઈ શાહે તથા શ્રી રામજીભાઈ મૂળજીભાઈ રતાડિયાવાળાએ તથા મુંબઈની શ્રી ઝાલાવાડી સભા તથા કારોબારીના હાજર સભ્યોના મળીને રૂા. ૧૫,૧૧૧/- તથા શ્રી તુંબડી સંઘ તરફથી રૂ. ૧૧,૦૦૦|- આ રીતે રકમો જાહેર કરવામાં આવી હતી.
પૂ. આચાર્યશ્રીના સુરેન્દ્રનગર ખાતેના આ અપૂર્વ ઉલ્લાસ સાથેના ચાતુર્માસ દરમિયાન દર્શનાર્થી સાધર્મિક મહેમાનોની ભક્તિ કરવાનો સંપૂર્ણ લાભ શ્રી જશવંતલાલ મણિલાલ જેસંગભાઈ ભદ્રેશીવાળા પરિવાર તરફથી ખૂબ જ સુંદર રીતે લેવામાં આવ્યો હતો.
“તપશ્ચરણ એટલે કર્મોને બાળવાની ભઠ્ઠી, તપ વિના મુક્તિ નહિ.’ તપસ્વીરત્ન સેવાશિરોમણિ પૂ. રામચંદ્રજી સ્વામીના યાદગાર પ્રસંગો
પૂ. તપસ્વીરાજનું પૂર્વાશ્રમીય નામ તલકશી હતું. પૂ. વિજ્યાબાઈ મ.નું નામ વિમળાબહેન હતું. તલકશી બાળપણમાં બહુ જ તોફાની હતો. તે નળિયા ઉપર ચડી જાય, ઝાડ ઉપર ચઢે તથા તોફાન કરે તો ઘરના કોઈનું માને નહિ પરંતુ વિમળાબહેન ટકોર કરે તો તરત જ માની જાય. આવા ઋણાનુબંધ ભાઈ-બહેનના હતા. જે જિંદગીના અંત સુધી રહ્યા. દીક્ષા લેવામાં પણ બહેન ઉપરની અનન્ય લાગણી તથા પરમોપકારી ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો સત્સંગ. પૂ. ગુરૂદેવ શ્રી કહેતા કે વિ.સં. ૧૯૮૩ની સાલે લાકડિયામાં પૂ. ગુલાબભાઈ મ.ને દીક્ષાની રજા મળતી ન હતી ત્યારે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની પૂ. રતનચંદ્રજી સ્વામી આદિ ગુરૂભગવંતોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org