SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૫૭ પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના પટ્ટશિષ્ય શતાવધાની પૂ. રત્નચંદ્રજી સ્વામી પણ સં. ૧૯૯૭ના વૈશાખ વદ-૬ના ઘાટકોપર હીંગવાલા લેનના ઉપાશ્રયમાં ૬૨ વર્ષે કાળધર્મ પામેલા તેમ પૂ. ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીના પટ્ટશિષ્ય પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ પણ ૬રમાં વર્ષે ઘાટકોપર (વે) સ્વાધ્યાય સંઘમાં દેહ છોડ્યો. કેવો યોગાનુયોગ. ગુલાબ-વીરના રનવનમાં, ગુરુ શિષ્યની અનુપમ જોડી; એક જ ઉંમરે, એક જ તિથિએ, નશ્વર કાયાની માયા છોડી.” આવા શ્રેષ્ઠ તપસ્વી રત્નને સમસ્ત ચતુર્વિધ સંઘવતીથી ભાવાંજલિ આપવા એક ગુણાનુવાદની સભા રવિવાર, તા. ૭-૧૧-૦૪ના ઘાટકોપર સર્વોદય તીર્થના વિશાલ હોલમાં રાખવામાં આવેલી. જેમાં ૧૫૦૦ જેટલા ભાવિકોએ તપસ્વીરાજના ગુણાનુવાદ કર્યા હતા તથા સાંભળ્યા હતા. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિ પામે તથા શીઘ મોક્ષના આરાધક બને તેવી હાર્દિક ભાવના. 'સુરેન્દ્રનગરનો યાદગાર તપમહોત્સવ પ્રશાન્ત મૂર્તિ, પ.પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીના દીક્ષા પર્યાયના ૭૯ વર્ષના ઉપલક્ષ્યમાં સ્વ. તત્ત્વજ્ઞ પૂ. શ્રી નવલચંદ્રજી મ.સા.ના સુશિષ્ય, તપસ્વી મુનિરાજ પૂ. શ્રી રામચંદ્રજી સ્વામીએ ૭૯ ઉપવાસની ઉગ્રતપશ્ચર્યાનું પારણું તા. ૨૦ સપ્ટે. '૮૨ના રોજ શાંતિપૂર્વક કર્યું હતું. શ્રી સુરેન્દ્રનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે મેળાના મેદાનમાં “તપોવન ખાતે યોજાયેલ સમારંભમાં અંદાજે ૫૦ હજારની જનમેદની ઉપસ્થિત હતી. લોકસેવક શ્રીયુત્ બાબુભાઈ જશભાઈ પટેલના પ્રમુખસ્થાને તથા રાજ્યના પંચાયત મંત્રી શ્રી નંબકલાલ દવે અને જૈન સમાજના અગ્રણી “સૉલિસિટર' શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલ આ સમારોહમાં ગામેગામના શ્રી સંઘો અને અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. લીંબડી સ.ના કાર્યવાહક પં.મુનિ શ્રી ભાવચંદ્રજી સ્વામી, પ્રમુખ શ્રી. નગીનભાઈ દોશી, માજી ગૃહમંત્રી શ્રી જયરામભાઈ પટેલ, કચ્છના ધારાસભ્ય શ્રી બાબુલાલ મેઘજીભાઈ શાહ તથા પ્રમુખ શ્રી, અતિથિવિશેષો વગેરેએ મનનીય પ્રવચનો કરી તપનું માહાભ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગની વિશિષ્ટતામાં નવકાર મંત્રના આરાધક સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ સિટી અને રતનપર એમ ચારેય ગામના જૈન અને મહેમાનો સહિત ૩૦ થી ૩૫ હજાર વ્યક્તિઓની સાધર્મિક ભક્તિરૂપ નવકારશીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy