________________
૩પ૬
શ્રી રામચંદ્રજી સ્વામી તદુપરાંત અનેકવાર આયંબિલની ઓળીની આરાધના, અનેકવાર સળંગ એકાસણા આદિ વિવિધ તપસ્યા કરીને પૂ. ગુરૂ ભગવંત શ્રી રામચંદ્રજી સ્વામીએ ચોથા આરાની યાદ અપાવી છે.
'જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના
'દ્વારા તપસ્વી ગુરૂ ભગવંતે મોક્ષ માર્ગને દીપાવ્યો ૦ જ્ઞાનારાધના: સંસાર અસાર છે. મોક્ષમાર્ગ તે જ સાર છે. મોક્ષ માર્ગનું અંતિમ ચરણ તપશ્ચરણ છે. આ પ્રકારના જ્ઞાનને ધારણ કરનારને પ્રભુ પંડિત કહે છે, જ્ઞાની કહે છે. પૂ. રામચંદ્રજી સ્વામી આવા જ્ઞાની હતા. ૦ દર્શનારાધનાઃ શરીર અને આત્માને જુદા જાણવા તે જ દર્શન છે. આ વાતને આત્મસાત કરનાર આવી ઉચ્ચ તપસ્યા કરી શકે. પૂ. રામચંદ્રજી સ્વામી ખરા અર્થમાં દર્શનારાધક હતા. ૦ ચારિત્રારાધના : વૈયાવચ્ચ મોક્ષમાર્ગને સાધનાર અનુત્તર આરાધના છે. નિરભિમાનતા, લોકેષણાત્યાગ, સરળતા આદિ ચારિત્રને પુષ્ટ કરનાર શ્રેષ્ઠ સગુણો છે તેથી તપસ્વી રત્ન પૂ. રામચંદ્રજી સ્વામી ખરા અર્થમાં ચારિત્રવાન હતા. પૂ. તપસ્વી ગુરૂ ભગવંતે ત્રણ મુનિવરો તથા બાવીસ સાધ્વીજી મળીને કુલ ૨૫ આત્માઓને ચારિત્રનાં દાન દીધાં હતાં. ૦ તપારાધના : મરણાંત ઉપસર્ગને ક્ષમાથી જીતી લેવાના કારણથી જ તથા અનેકવિધ તપસ્યાઓ આચરવાથી પૂ. રામચંદ્રજી સ્વામી ઉગ્ર તપસ્વી, ઘોર તપસ્વી, દીપ્ત તપસ્વી તથા તમ તપસ્વી હતા.
આવા તપસ્વીરત્ન, સેવારત્ન, સરલાત્મા, નિરભિમાની સંતરત્નની ન પૂરાય તેવી ખોટ પડી છે. યોગાનુયોગ પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનીર૬મી નિર્વાણતિથિ આસો વદ-૮ તથા પૂ. ગુરૂદેવશ્રીની ઉં. ૬૨ વર્ષ તો એટલી જ ઉંમરે દેહને છોડનાર મહાન આત્મા જાણે દેવાધિદેવ બનવા પોતાના ગુરૂદેવના સમીપે કેમ પહોંચી ન ગયા હોય તેવું લાગે છે ૬૨ વર્ષની ઉંમર, ૪૫ વર્ષના દીક્ષાપર્યાયી એવા પૂ. તપસ્વી રત્ન રામચંદ્રજી સ્વામીના પાર્થિવ દેહની પાલખી તા. ૬-૧૧૦૪ના ઘાટકોપર સ્વાધ્યાય સંઘમાંથી નીકળી ત્યારે ૮ થી ૧૦ હજાર જેટલા ભાવિકો તેમાં જોડાઈને “જય જય નંદા, જય જય ભદ્રા’ના નાદ સાથે મુનિરત્નના મૃત્યુ મહોત્સવમાં ભાગ લઈને ઘાટકોપરના ઈતિહાસમાં અભૂતપૂર્વ દાખલો બેસાડ્યો હતો. સવારથી બપોર સુધી કુલ ૨૦ થી ૨૫ હજાર ભાવિકોએ અંતિમ દર્શનનો લાભ લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org