SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૬ ૧ બદલે આઠથી દશ માળા ચડવા પડે તો પણ અંશ માત્ર આળસ નહિ, શરીરની કોઈ પરવા નહિ. આવા સેવાના ભેખધારી યુગો સુધી મળવા મુશ્કેલ છે. વિ.સં. ૨૦૫૮ની સાલે વલસાડમાં ૩૧ ઉપવાસ કર્યા. તેમાં પણ પ્રથમના આઠ ઉપવાસ ચૌવિહારા હતા. હું તો ભયભીત થઈ ગયેલો કે બાયપાસવાળાથી આટલા ઉપવાસ કરાય જ નહિ પરંતુ તેઓશ્રી મક્કમ હતા. હેમખેમ પાર ઉતર્યા. વલસાડ છીપવાડ સંઘે ખૂબ જ સારી રીતે તપમહોત્સવ ઉજવ્યો હતો. સં. ૨૦૫૯ની સાલે માટુંગા (વેસ્ટ) અજરામર જૈન સંઘમાં ૬૫ ઉપવાસ કર્યા હતા. શ્રી સંઘની ઉજવવાની ખૂબ જ ભાવના હતી પરંતુ તપસ્વી મહારાજશ્રીને આરંભ સમારંભમાં રસ ન હતો તેથી ગુપ્ત રીતે પારણું ગોઠવ્યું હતું. માત્ર સંઘના આગેવાનોને અડધા કલાક પહેલા જાણ કરી હતી. પોરસી પછી ૬૫ ઉપવાસનું પારણું કર્યું ત્યારે વાતાવરણ આહલાદક થઈ ગયેલું. વાદળ નહિ હોવા છતાં એકાએક અંધારું થઈ ગયું ને અમીધારા વરસી. આ પુસ્તકના લેખક મુનિશ્રી એના સાક્ષી છે. હાજર રહેલા સર્વે ભાવિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘાટકોપર સ્વાધ્યાય સંઘમાં છેલ્લા ૨૦૬૦ના ચાતુર્માસમાં પ્રથમ ૩૯ને પછી ૭૧ ઉપવાસ કર્યા. એનું પારણું પણ સાદાઈથી જ કર્યું હતું. બૃહદ્ મુંબઈને પ્રભાવિત કરી દીધું હતું. પૂ. ભાસ્કર મુનિ મ.સા. પોતાના શ્રદ્ધાંજલિ પત્રમાં લખેલું, “વજઋષભનારાય સંઘયણની આજના પાંચમાં આરામાં યાદ તાજી કરાવે તેવી તેમની તનશક્તિ, મનશક્તિ અને આત્મશક્તિ અનુભવી છે. ૫૦ કે ૬૦ ઉપવાસમાં પોતાનું દરેક કાર્ય કરી શકતા હતા. ઓઠિંગણ વગર પરમ પ્રસન્નતાથી આરાધના કરનાર આવું આરોગ્ય ક્યાંય જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું પણ નથી. બાયપાસ કરાવનાર વ્યક્તિ ૩૯ કે ૫૦થી વધુ ઉપવાસ કરી શકે ! તે “ર ભૂતો ન ભવિષ્યતિ'' આપણા સંપ્રદાયના ૨૫૦ વર્ષના ઈતિહાસમાં સેંકડો સાધુ રત્નો થયાં, અનેક તપસ્વી આત્માઓ થયાં. સેંકડો સાધ્વીરત્નો થયા પરંતુ તેમની તોલે આવે તેવી કોઈની પણ તપશ્ચર્યા જોવા-વાંચવા-સાંભળવા મળી નથી. અમારા અભિમત પ્રમાણે બૃહદ્ ગુજરાતના ૧૧ સંપ્રદાયોમાં “તપસ્વી શિરોમણિ સંત’ તરીકે ૨૫૦ વર્ષમાં તેઓ એક માત્ર છે.” પાયાના પથ્થરનું કામ કરી પરમપંથના પ્રવાસી બન્યા આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીને આગળ વધારવામાં તેમણે પાયાના પથ્થર બનવાનું પસંદ કર્યું હતું. પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો તો અનન્ય ઉપકાર રહેલો છે. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી પણ એટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy