SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૫૩ તુંબડી મુકામે મોટા બહેન વિમળાબહેનની દીક્ષાનો પ્રસંગ ઉપસ્થિત થયો. તે પ્રસંગે તુંબડી આવવાનું થયું. પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીએ પોતાની ૭૦ વર્ષની ઉંમરે પ્રથમ દીક્ષા આપી તથા તેમનું નૂતન નામ ‘બા.બ્ર. વિજયાકુમારીજી' રાખવામાં આવ્યું. બહેન ઉપરની અત્યંત લાગણી તથા પરમોપકારી પૂ.ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો સત્સંગ થવાથી તલકશી ભાઈને પણ દીક્ષા લેવાના ભાવ જાગ્યા. મોટા બહેન રતનબહેનને પણ દીક્ષાના ભાવ જાગ્યા તથા ગુરૂ-ગુરૂણીની સાથે જ્ઞાનાભ્યાસ કરવા તથા સંયમજીવનની તાલીમ લેવા નીકળ્યા. બે વર્ષ સુધી અભ્યાસ કરીને વિ.સં. ૨૦૧૬ના મહાસુદપના દિવસે કચ્છ-તુંબડી મુકામે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ભદ્રસ્વભાવી નાગજી સ્વામી, પૂ. ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી, પૂ. સક્તા કેવલચંદ્રજી સ્વામી આદિ મુનિવરો તથા મહાસતીજી મોટા મણિબાઈ આર્યજી (બિદડાવાલા) મહાસતીજી જવેરબાઈ આર્યજી, મહાસતીજી ધનગૌરીબાઈ આર્યાજી, બા.બ્ર. સૂરજબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સાંનિધ્યમાં ભાઈ-બહેને દીક્ષા લીધી. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીએ તેમને દીક્ષા આપીને તલકશીભાઈનું નામ નવદીક્ષિત રામચંદ્રજી સ્વામી તથા રતનબહેનનું નામ નવદીક્ષિતા તારામતીબાઈ આર્યાજી રાખ્યું. નાનબાઈ માતા કેવા ભાગ્યશાળી રત્નકુક્ષિ બન્યાં કે પોતાના એક સુપુત્ર તથા બે સુપુત્રીએ દીક્ષા લઈને જિનશાસનને દીપાવ્યું છે. સેવાધર્મ ઃ પરમગહનો યોગિનામપ્યગમ્યઃ : સેવા ધર્મ પરમ ગહન છે તેને યોગીઓ પણ જાણી શકતા નથી. પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામીએ દીક્ષા લીધી ત્યારથી જ ગુરૂચરણે સમર્પિત થઈ ગયા. પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીએ કહ્યું, “રામચંદ્રજી ! તને જ્ઞાનની અંતરાય છે તો સેવા તથા તપસ્યામાં જોડાઈ જા.'' ગુરૂ ભગવંતનાં આ વચનો એમણે અક્ષરશઃ સ્વીકારી લીધાં તથા મોટા-નાના સર્વે સંતોની અપ્લાન ભાવે સેવા-શુશ્રુષા કરતા. વૈયાવચ્ચને આત્યંતર તપ કહેવામાં આવેલ છે. વૈયાવચ્ચ ક૨વામાં ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામકર્મ બંધાય છે તેમ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યાયન સૂત્ર’ના ૨૯માં અધ્યયનમાં ફ૨માવેલ છે. આ વૈયાવચ્ચ દ્વારા એમણે વર્ષો સુધી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. શ્રી નાગજી સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી, પૂ. કેવલચંદ્રજી સ્વામી, પૂ. શ્રી ચુનીલાલજી સ્વામી, પૂ. નરસિંહજી સ્વામી તથા નાના સંતોની ભેદભાવ વિના અગ્લાન ભાવે સેવા કરતા. આવા મૂકસેવક નિરભિમાની મુનિરત્નની ખોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy