________________
૩૫૨
શ્રી રામચંદ્રજી સ્વામી
ચાતુર્માસ પછી પણ ત્યાં જ રોકાયેલા. કારતક વદિ-૧૪ સં. ૨૦૪૫ના પ્રારંભમાં જુનાગઢનું ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કરીને પૂ. પંડિતરત્ન ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓનું અપૂર્વ મિલન થયું. બપોરે ત્રણ વાગે સુગર લો થતાં બેશુદ્ધ થયા. ડૉક્ટર સાહેબ આવી ઉપચારો કરતા સારું થઈ ગયેલ પરંતુ સાંજે પ્રતિક્રમણની આજ્ઞા લીધી ત્યાં હાર્ટ એટેક આવ્યો. પૂ.શ્રીની ચારે બાજુ સૌ મુનિઓ વિંટળાઈ વળ્યા. છેલ્લી નજર નિરંજન મુનિ ઉપર કરીને કાયમ માટે આંખો મિંચાઈ ગઈ. ૮૪ વર્ષની ઉંમર, ૬૧ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સંપ્રદાયનું નામ રોશન કરી સ્વર્ગવાસ પામ્યા.
પૂ. ભાવચંદ્રજી સ્વામીએ બધું સાંભળી લીધું. શ્રી મોરબીના સંઘે ખૂબ જ સેવા બજાવેલ. ડૉ. નીતિનભાઈ, ડૉ. સંઘવી સાહેબે ખૂબ સારી સેવા બજાવેલ. પૂ. ચુનીલાલજી સ્વામીનું ઉપનામ ચિત્તમુનિ હતું.
* * *
અપ્રમત્ત તપસ્વીરત્ન પૂ. શ્રી રામચંદ્રજી સ્વામી
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામના પૂ. તપસ્વી રત્ન રામચંદ્રજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૯૯, પોષ સુદિ-૧૧, ઈ.સ. ૧૯૪૨ની સાલે પિતાશ્રી જેઠાલાલ લાલજી સાવલા તથા માતુશ્રી નાનબાઈ જેઠાલાલ સાવલાના ઘરે ભાયંદર (જિ. થાણા) મુકામે થયો હતો. તેમનું નામ ‘તલકશી’ રાખવામાં આવ્યું હતું. પાંચ બહેનો તથા ભાઈઓ, જેઓના નામ અનુક્રમે (૧) સ્વ. કેશરબહેન હીરજી મામણિયા, (૨) ગં.સ્વ. દેવકાબહેન મેઘજી છેડા, (૩) કુ. વિમળાબહેન બા.બ્ર. વિદુષી વિજ્યાકુમારીજી મહાસતીજી, (૪) કુ. રતનબહેન-બા.બ્ર. તારામતીબાઈ આર્યજી, (૫) ચીમનલાલ જેઠાલાલ સાવલા, (૬) તલકશીભાઈ - તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામી, (૭) સ્વ. ભવાનજી જેઠાલાલ સાવલા અને (૮) અ.સૌ. જયવંતીબહેન ઠાકરશી રાંભિયા.
મોટા બહેનની દીક્ષા પ્રસંગે થયેલા દીક્ષાના ભાવ
પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામીને બાળપણમાં ૬ ધોરણ સુધીનો અભ્યાસ, ભાયંદર, તુંબડી તથા નવાવાસ બોર્ડિંગમાં કર્યો હતો. નાની ઉંમરમાં મુંબઈ આવી ધંધાનો અનુભવ લેતા હતા ત્યાં વિ.સં. ૨૦૧૪ના ફાગણ સુદ-૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org