________________
આ છે અણગાર અમારા
૩૩૧
પુત્રરાગના કારણે સમાચાર મળતાં જ હૃદયથી મસ્તક સુધી એક તીવ્ર દુઃખદ આંચકો વીજળી પ્રવાહની જેમ વ્યાપી ગયો અને સર્વાંગે ધ્રુજારીના રૂપમાં ફેલાઈ ગયો. હૃદયની ધડકન ખૂબ જ તીવ્ર અને જોરદાર બની ગઈ.
થોડી ક્ષણો વીતી. હું થોડો સ્વસ્થ થયો. જિનેશ્વર ભગવંતનું સ્મરણ તો ચાલુ જ હતું. મુંબઈ તરત જવા મનોમન નક્કી કર્યું. ત્યાંના (ભચાઉના) એક ભાઈ પાસે જ ઊભા હતા, તેમણે કહ્યું, “તમે મુંબઈ જવા ઈચ્છતા હો તો મુંબઈની ટ્રેઈન અત્યારે ૧૦-૪૫ કલાકે મળશે.''
પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જાગતા હતા. અમારો વાર્તાલાપ તેમણે સાંભળ્યો હતો. હું તેઓશ્રીની સમીપે ગયો વંદના કરી, અત્યારે જ મુંબઈ જવાની ઈચ્છા પ્રદર્શિત કરી.
પૂ. ગુરૂદેવ ફક્ત એટલું જ બોલ્યા, “ભલે દેવાનુપ્રિય ! જવા ઈચ્છતા જ હો તો જાવ પણ દેવ-ગુરુ-ધર્મ પસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહિ થાય. માટે તમે નિશ્ચિંત રહેજો.” મને માંગલિક સંભળાવ્યું. હું તરત રવાના થયો પણ તે વખતે ગુરૂદેવના એ શબ્દો ૫૨ અતૂટ શ્રદ્ધા ન હતી. પુત્ર મોહના કારણે વિષાદથી ઘેરાયેલા મને રાતે ઊંઘ જ ન આવી. પુત્રનું મુખ જોયા પછી જ અન્ન જળ લેવાનો સંકલ્પ તો તુરત જ કરી લીધો હતો. આમ એક રાત્રિ-દિવસ પસાર થયો. ભગવદ્ભૂરણ ચાલુ હતું. મંગળ-અમંગળના કંઈક સંકલ્પ-વિકલ્પોની હારમાળા પસાર કરતો સમય કાગ્યે જતો હતો.
આખરે ટ્રેઈન બોરીવલી સ્ટેશને આવી પહોંચી. ડબ્બામાંથી નીચે ઉતર્યો. જલદી બહાર આવી ટેક્ષી કરી ઘરે ગયો. દરમ્યાન હૈયાની ધડકન ખૂબ વધી ગઈ હતી. દ્વાર બંધ હતું. બેલ વગાડયો. અંદરના સંભવિત દૃશ્યની કોઈ કલ્પના કરી શકતો ન હતો. પણ ત્યાં તો દ્વાર ખૂલ્યું. મારો પુત્ર પલંગમાં બેઠો હતો. ઊભો થઈ ચરણમાં પડયો. સૌ ધ્રુસકે ધ્રુસકે રડ્યા. આખરે શાંત થયા. ગઈ કાલે જ જોરદાર હુમલો આવી ગયો પણ પછી યોગ્ય સારવાર બાદ વળતા ભાવ થવા લાગ્યા અને અમે મળ્યા ત્યારે બાર આની સુધારો હતો.
મેરૂ પર્વતનો ભાર હૃદય પરથી ઉતર્યો હોય તેટલી હળવાશ મેં અનુભવી અને ગુરૂદેવનાં વચનો મને યાદ આવ્યા, “જ્યંતીભાઈ, દેવ ગુરૂ-ધર્મપસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહી થાય.”
પવિત્ર પુરુષના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા શબ્દો કેવા અફર અને અચળ હોય છે તેની પ્રતીતિ મને તે સમયે થઈ. સાંજે પ્રતિક્રમણ કર્યું. પાંચમાં ખામણા બોલતાં તે મહાન વિભૂતિ જાણે પ્રત્યક્ષ આવીને બોલતી હોય, ‘યંતિભાઈ’ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org