________________
૩૩૦
શ્રી નવલચન્દ્રજી સ્વામી જયંતીભાઈ ગાંધી સુદામડાવાળા (હાલ સુરેન્દ્રનગર)
સંધ્યા હજી ઢળી નહોતી. ભચાઉ એસ. ટી. બસ ડેપોમાં નિયત પ્લેટફોર્મ પર બસ આવી ઊભી રહી. હું નીચે ઊતરી સીધો ઉપાશ્રયે પહોંચી ગયો. પૂ. આચાર્ય દેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી, પં. રત્ન મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તેમ જ અન્ય લઘુ સંતોને વંદના કરી સુખશાતા પૂછીને બેઠો.
સુદામડા શ્રી સંઘે કચ્છમાં બિરાજતાં લીઃ સં. ના સંત-સતીજીઓનાં દર્શન દીદાર અંગે અને અન્ય દર્શનીય સ્થળોની મુલાકાતના હેતુથી એક દર્શનયાત્રા સમૂહપ્રવાસ કાર્યક્રમનું આયોજન કરેલું. કચ્છ પ્રદેશના અમે લગભગ અજાણ જેથી ક્યાંથી ક્યાં જવું, કયાં રાત્રિ નિવાસ કરવો, ક્યાં ભોજન લેવું વગેરે કાર્યક્રમની ગોઠવણ માટે સલાહસૂચન યાને રૂપરેખા મેળવવાનું કાર્ય મને સોંપાયું જેથી ઉપરોક્ત પ્રયોજન પૂ. ગુરુદેવ સમક્ષ મેં રજૂ કર્યું અને લાઈનદોરી માટે પૂજયશ્રીને વિનંતી કરી.
યંતીભાઈ ! તમારા આગમનનું પ્રયોજન સમજી ગયો છું. તમે દૂરથી આવો છો. પ્રવાસનો થાક સ્વાભાવિક હોય, થોડીવાર વિશ્રામ લ્યો. હું તમને સંપૂર્ણ રૂપરેખા આપીશ.” ૫. રત્ન ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ મધુર શબ્દોથી મને પ્રોત્સાહિત કરતાં કહ્યું.
દરમ્યાન અન્ય શ્રાવકો પણ આવ્યા. સર્વ આગન્તુકોને સરળતા, ઉદારતા અને પ્રસન્નતા વડે શીતલીભૂત યાને પ્રભાવિત કરતા હતા. છેવટે પ્રવાસ અંગેની વિગતવાર તમામ રૂપરેખા મને તેઓશ્રી પાસેથી મળી ગઈ.
સાંજનું ભોજન લઈ પ્રતિક્રમણ માટે સૌ ઉપાશ્રયમાં આવ્યા. પૂ. ગુરૂદેવના પ્રેમ-લાગણી અને વાત્સલ્યના જાદુથી અંજાઈ ગયા હોય તેમ નાનાં નાનાં ભુલકાંઓ પણ હંમેશા પ્રતિક્રમણ કરવા આવતાં ત્યાં મેં જોયા. પ્રતિક્રમણ સમાપ્ત થયા પછી સ્તવન, ભજન, વાર્તાલાપ, તત્ત્વચર્ચા વગેરેની રસલ્હાણથી સૌ આનંદ વિભોર બન્યા. વાતાવરણ જાણે આપોઆપ આહ્લાદક-સ્વર્ગીય બની ગયું.
ઘડિયાળમાં દશના ડંકા પડ્યા. સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા. મારી પથારી તૈયાર હતી. પથારીમાં બેસી હું માળા-જાપ કરતો હતો. અચાનક બહાર દરવાજાની સાંકળ ખખડી અને એક લધુ સંતે દ્વારા ખોલ્યું. “સુદામડાવાળા
યંતીભાઈ અહીં છે ?” આગનુકના અવાજમાં ખૂબ ઘભરાટ હતો. હું અવાજ પારખી ગયો. તે મારો ભત્રીજો નીતિન હતો. “આવ ભાઈ આવ. એકાએક કેમ આવવું પડ્યું?” “બાપુજી ! મુંબઈથી ટૂંકકોલ છે. પ્રફુલ્લભાઈ (મારો મોટો પુત્ર) એકદમ સીરીયસ છે. તમને જલદી બોલાવે છે.” નીતિન એકી શ્વાસે બોલી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org