________________
આ છે અણગાર અમારા
૩૦૯ કુશના અગ્રભાગ ઉપર રહેલું પાણીનું બિંદુ જેમ થોડો જ સમય રહે છે. પવનનો ઝપાટો લાગતાં કે સૂર્યના કિરણો નીકળતા જેમ ખરી પડે છે તેવું જ મનુષ્યોનું જીવન છે માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
પૂર્વભવના શુભ સંસ્કારોથી નિમિત્ત પ્રાપ્ત થતાં દીક્ષા લેવાની ભાવના જાગી જેથી માતુશ્રી સંવત ૧૯૮૩માં દેશમાં લઈ આવ્યા. ફરીને મુંબઈ જવાનું થયું અને દીક્ષા લેવાની ભાવના દઢતર બની. તેમના કાકાઈ મોટાભાઈ વિજપર ભારૂભાઈ તેમને દેશમાં લઈ આવ્યા.
આગમવિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય. મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ સમાઘોઘા બિરાજતા હતા. ત્યાં વિજપર ભાઈ ડુંગરશીભાઈને લઈ ગયા અને ગુરુદેવનો સમાગમ કરાવ્યો. સંવત ૧૯૮૫ના કારતક વદમાં પૂજ્યશ્રીના સાનિધ્યમાં રહી શતાવધાની મહારાજ પાસે અભ્યાસની શરુઆત કરી. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા રત્ન સમાન ગુરુદેવને પ્રાપ્ત કરી ડુંગરશીભાઈ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ખરેખર પૂર્વના મહાન પુણ્યનો ઉદય હોય તો આવા સદ્ગુરુ મળે અને આવાં ઊંચા ભાવ જાગે. તેથી જ કવિએ કહ્યું છે કે –
સદ્ગુરુ ઐસા કિજીએ, જૈસા પૂનમકા ચાંદ |
તેજ કરે પણ તપે નહિ, વર્તાવે આનંદ છે. સદ્ગુરુની કૃપાથી અને પોતાના પુરુષાર્થથી પ્રારંભથી જ અભ્યાસની સારી પ્રગતિ થવા લાગી. દીક્ષાર્થી અવસ્થાના છ મહિનામાં છકાયના બોલ, નવ તત્ત્વ, છ આરા, લઘુ દંડક, ગતાગત, ગુણ સ્થાનક, કર્મ પ્રકૃતિ વગેરે મુખ્ય મુખ્ય ૧૯ થોકડાં તથા શૈશવૈકાલિકસૂત્રનાં પાંચ અધ્યયન મોઢે કરી લીધા. તદુપરાંત સામાયિક-પ્રતિક્રમણ, સાધુ વંદના, ભક્તામર વગેરે ઘણો અભ્યાસ કરી લીધો.
સદ્ગુરુના વચનને શિરોમાન્ય કરી સાધક પુરુષાર્થ કરવા લાગે તો સફળતાના શિખર સર કર્યા વિના રહે જ નહિ. ખરેખર ગુરુકૃપાની તોલે દુનિયાની કોઈ સિદ્ધિનું મૂલ્ય નથી.
સંવત ૧૯૮૫ના વૈશાખ મહિનામાં લીંબડી સંપ્રદાયના નિયમ મુજબ દીક્ષાની લેખિત આજ્ઞાપત્રિકા કરવામાં આવી અને ઉત્સાહભેર દીક્ષાની તૈયારીઓ થવા લાગી. તે જ વર્ષે જેઠ સુદ-૮ને શુક્રવારે દીક્ષા નક્કી થઈ.
આગમ વિશારદ પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, મ. શ્રી કરશનજી સ્વામી, તપસ્વી શ્રી શિવજી સ્વામી, ભારત રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org