________________
૩૧૦
શ્રી ડુંગરસિંહજી સ્વામી શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઘણા સાધુજી તથા સાધ્વીજીની હાજરીમાં સંવત ૧૯૮પના જેઠ સુદ-૮ શુક્રવારે પૂજય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપી. અને પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નામ ડુંગરસિંહજી સ્વામી રાખવામાં આવ્યું. કુદરતી શુભ સંકેત કેવો કે પૂજય ગુલાબચન્દ્રજી સ્વામી ભોરારાના, તેમના શિષ્ય પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી ય ભોરારાના અને તેમના શિષ્ય ડુંગરસિંહજી સ્વામી પણ ભોરારાના. વળી બધાના ગોત્ર પણ એક જ દઢિયા.
ગુરુ બિનુ જ્ઞાન ન ઊપજે, ગુરુ બિનું મિલે ન ભેદા
ગુરુ બિનું સંશય ના મીટે , જય જય જય ગુરુદેવ // ગુરુદેવની કૃપાથી અભ્યાસમાં સારી પ્રગતિ થવા લાગી. ગુરુદેવ પાસે તેમ જ પંડિતો પાસે અભ્યાસમાં લઘુ સિદ્ધાન્ત કૌમુદી, સિદ્ધાન્ત કૌમુદી પૂર્વાર્ધ, હિતોપદેશ, પંચતંત્ર, હનુમાન નાટક, દશકુમારચરિત્ર, રઘુવંશ, કુમારસંભવ, નૈષધ, ભટ્ટીકાવ્ય, મેઘદૂત, સાહીત્ય દર્પણ, કાવ્યપ્રકાશ, કુવલયાનંદ કારિકા, ચંદ્રલોક દર્શન સમુચ્ચય, શ્રુતબોધ તથા ન્યાયમાં તર્કસંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણનય તત્ત્વાલક, સ્યાદ્વાદ મંજરી વગેરે ગ્રન્થોનો સારો અભ્યાસ કર્યો. તે ઉપરાંત સૂત્રોનું વાંચન પણ સારું કર્યું.
ज्ञानक्रियाभ्यां मोक्षः।। જ્ઞાનોપાર્જનની સાથે તપસ્યા પણ તેઓશ્રી ખૂબ જ કરતા. સંવત ૧૯૮૫ના પ્રથમ ચાતુર્માસ અંજારમાં ૬ ઉપવાસનો થોક કર્યો, બીજા ચાતુર્માસ વાંકાનેરમાં અઠ્ઠાઈ કરી. ત્રીજા ચાતુર્માસ મોરબીમાં છઠ્ઠના પારણે છ8ની તપસ્યા તથા ૧૫ ઉપવાસનો થોક કર્યો, પારણે કસાઈખાના બંધ રાખવામાં આવેલ. સારી રકમનો ફાળો થયેલ અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી પુસ્તકભંડારની સ્થાપના કરવામાં આવેલ.
સંવત ૧૯૮૮ વાંકાનેર ચાતુર્માસમાં ૧૯ ઉપવાસનો થોક કર્યો હતો, એક દિવસ કસાઈખાના બંધ રાખવામાં આવેલ. સં. ૧૯૮૯ જેતપુરના ચાતુર્માસમાં છકાઈ વગેરે છૂટક તપશ્ચર્યા કરેલ. ૧૯૯૧ના અમૃતસરના ચાતુર્માસમાં મા ખમણની તપશ્ચર્યા કરેલ. તે ચાતુર્માસમાં સોહનલાલ જૈન સમિતિની સ્થાપના અને ૪૨ હજારનું ફંડ કરવામાં આવેલ. ગામના ગરીબોને આઠ દિવસ જમાડવામાં આવેલ. સં. ૧૯૯૩ દિલ્હીના ચાતુર્માસમાં અઠ્ઠાઈ કરી હતી. ૧૯૯૪ આગ્રાના ચાતુર્માસમાં ૨૧ ઉપવાસનો થોક કરેલ. ત્યાં આગમ પ્રચારક સમિતિની સ્થાપના કરવામાં આવેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org