________________
૩૦૮
શ્રી ડુંગરસિંહજી સ્વામી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ભરોરા ગામ, ફક્ત ૭૦૦ માણસોની જનસંખ્યા ધરાવતું આ ગામ બીજા ગામોથી કાંઈક અલગ તરી આવે છે. શાસનોદ્વારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની શ્રદ્ધાવાળા ત્યાં ૧૨૫ ઘર છે જેમાં હાલમાં ખુલ્લા ઘર ફક્ત ૧૫ છે. આટલા નાનકડા ગામમાંથી ભૂતકાળના અને અત્યારના મળીને ૧૦ સાધુઓ થયા છે. તે પણ બદા દેઢિયા ગોત્રના. ૧૩ મહાસતીજીઓ થયાં છે. તે બધા લીંબડી સંપ્રદાયમાં.
પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામીનો જન્મ પણ ભોરારાની પાવન ભૂમિમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રાયશી દેવશી દેઢિયા અને માતુશ્રીનું નામ દેવઈબાઈ હતું. તેમના મોટા ભાઈનું નામ વીરજીભાઈ અને બહેનનું નામ નાનબાઈ હતું. બહેન નાનબાઈના ભોરારાની બાજુમાં સાડાઉ ગામે મણશી હરધોરને ત્યાં લગ્ન થયાં હતાં. તપસ્વીશ્રી ડુંગરસિંહજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૬ ના ભાદરવા સુદિ બીજના પવિત્ર દિવસે થયો હતો. માતા-પિતાએ તેમને ખૂબ જ લાડકોડથી ઉછેર્યા. પિતાજી શ્રી રાયશીભાઈનું નાની ઉમરમાં અવસાન થતાં ઘરની જવાબદારી બન્ને ભાઈઓના શિરે આવી પડી. દેશમાં રહી ડુંગરશીભાઈએ ચાર ધોરણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ જવાનું થયું. ત્યાં ભાયખલાં આમટી પાડામાં રહેતા મામા મુલજી પદમશીની પાસે રહેવાનું થયું. થોડા સમય બાદ મોટાભાઈ વીરજી સાથે દુકાન કરેલ પરંતુ મોટાભાઈ વીસ વર્ષની ઉંમરે અચાનક અવસાન પામ્યા જેથી ડુંગરશીભાઈ દિમૂઢ બની ગયા.
પહેલા પિતાજીનું અવસાન અને પછી ભાઈનું અવસાન આ બે નિમિત્તોના કારણે તેમનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. તેમને લાગ્યું કે એક દિવસ બધાને આમ જ ચાલ્યા જવાનું છે. જતી વખતે પસ્તાવો ન થાય તેથી મારે આત્માનું કામ કરી લેવું છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનમાં સાચું કહ્યું છે કે –
दुमपत्तए पंडुयए जहा, निवडुं राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥ कुसग्गे यह ओसबिंदुए, थोवं चिठुई लंबमाणए ।
एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥ ભાવાર્થ - વૃક્ષ ઉપર પીળું થયેલું પાંદડું સમય જતાં જેમ નીચે પડી જાય તેમ માણસનું આયુષ્ય પૂરું થઈ જાય છે માટે હૈ ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org