________________
આ છે અણગાર અમારા
૩૦૭ સુણી પત્થર પીગળી જાતા, ચમત્કાર ભરી તુજ વાણી.....પચન્દ્રજી...૩ નહિ ભેદ જરા જીવનમાં, નાના કે મોટા જનના, સમદ્રષ્ટિ સૌની ઉપર, એવા એ મોટા મનના, (ર) ના રાગ-દ્વેષ મન ધરતાં, મૈત્રીભાવના ઉપર આણી.....પચન્દ્રજી..૪ સાધુ-સાધ્વી ગણના નેતા, ગચ્છાધિપતિ સહુ કહેતા, કોઈ આવી તમારા શરણે, જીવનને ધન્ય કરતા (૨) હતી અજબ કળા તુજ પાસે, સંયમ જીવન ઘડવાની.....પચન્દ્રજી...૫ રહેશે અવિરત મઘમઘતી, તુજ સદ્ગણની સુવાસ, જુગ-જુગ અજવાળાં કરશે, તારો દિવ્ય પ્રેમ પ્રકાશ (૨) જિનશાસન કોહીનૂર હીરા, ગંભીર-વીરને ધીરા.....પચન્દ્રજી...૬ સાધી'તી અંત સમયની, અભૂત અજબ સમાધિ, પારસને રટતાં રટતાં છોડી'તી સકલ ઉપાધી (૨) બન્યા મસ્ત આતમ ધ્યાને, નિજાનંદની મસ્તી માણી.....પચન્દ્રજી...૭ જૂન દશની વહેલી સવારે, ઝળહળતો દીપ બુઝાયો, ભક્તોના મન મંદિરમાં, ઘેરો શોક તિમિર છવાયો (૨) સૂણી વાતો દેહવિલયની, ભક્તોની આંખમાં પાણી.....પચન્દ્રજી...૮ લાખો રડતી'તી આંખો, આક્રંદ કરે હર અંતર, દુઃખદાયી ચિર વિરહની, વ્યથા સતાવે નિરંતર (૨) આનંદ નથી જીવનમાં, સુનકાર બની જિંદગાની.....પચન્દ્રજી...૯
‘પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી
જતિ સતી ને જૈન મુનિવર, રામદેવ અને રાવળ પીર . ધન ધન કચ્છ ધરા તુજ અંકે, પગ પગ પોઢ્યા પીર ફકીર |
કચ્છની ધરતીના વખાણ કરતા કવિ દુલેરાય કારાણી કહે છે કે કચ્છની ધરાને ધન્યવાદ છે કે જેના કારણે કણે કણમાં યતિઓ, સતીઓ, જૈન મુનિઓ, અને અનેક પીર-ફકીરો પડ્યા છે. અર્થાત એ ધરતીમાંથી અનેક સંતો અને સતીઓ પાકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org