________________
૩૦૬
શ્રી રુપચન્દ્રજી સ્વામી ૭-૦૦ વાગ્યે સંવત ૨૦૩૯ વૈશાખ વદ વા શુક્રવારે પંડિત મરણે તેઓશ્રી કાળધર્મ પામ્યા. ભચાઉમાં જ જન્મ, ત્યાં જ દીક્ષા અને ત્યાં જ નિર્વાણ. આ પણ કુદરતી સંકેત જ ગણાય ને !
- પૂજ્ય સાહેબની કાયમી યાદગીરી
(૧) થાનગઢ (સોરાષ્ટ્ર)માં “પૂજય ગાદીપતિ શ્રી રામચન્દ્રજી સ્વામી પ્રાથમિક
શાળા” ચાલે છે, જેમાં સેંકડો બાળકો અભ્યાસ કરે છે. (૨) ભચાઉમાં “આચાર્ય શ્રી રુપચન્દ્રજી સ્વામી જૈન પાઠશાળા ચાલે છે. (૩) લાકડિયા હાઉસ્કુલમાં “પૂ. આચાર્યશ્રી રુપચન્દ્રજી સ્વામી પુસ્તકાલય” ચાલે
છે.
(૪) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - વડોદરા (૫) શ્રી રુપ-નવલ પુસ્તકાલય – રતનપર (૬) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - નવાગામ (૭) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - ભરુડિયા (૮) પૂજયશ્રી રુપ-નવલ પુસ્તકાલય – સરલા હાઉસ્કુલ (સૌરાષ્ટ્ર) (૯) પૂજ્ય શ્રી રુપ-નવલ પુસ્તકાલય - ઉમરગામ (નવલગુરુકુળ)
અમર યાદ સદા રહેવાની
(તર્જ : અય મેરે વતનકે લોગો) ઓ જૈન શાસનના નેતા, હતા સંઘ સકળ સુકાની, રુપચન્દ્રજી શ્રી આચાર્ય અમર યાદ સદા રહેવાની..... કોઈ ત્યાગીને કોઈ યોગી, ધ્યાની મહાજ્ઞાની કહેતું, ગુણરાગી હર દ્ભયમાં, સ્થાન તમારુ રહેતું (૨) જગ વ્યાપી કીર્તિ તમારી, ગુણ ગરિમા બધે ગવાણી.....પચન્દ્રજી...૧ સાગર તમે કરુણાના, હતા પ્રેમ પીયુષ પોધિ, બ્રહ્મતેજ ભર્યા નયનોમાં, છલકાતું અમી અમ્મોધી (૨) શુદ્ધ સ્ફટિક શા અંતરમાં, વહે સ્નેહતણી સરવાણી.... રુપચન્દ્રજી...૨ પામી તમારા દર્શન, પાવન થાએ અમ અંતર, તારાં ચરણોની રજથી, પાષાણ બને છે પારસ (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org