________________
૨૭૪
શ્રી નાનચન્દ્રજી સ્વામી
'પ્રખર પ્રવચનકાર કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી
સાયલા નામે ગામ (૨) એને કહેતા ભગતનું ધામ રે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા નગર તાલુકાનું સેન્ટર છે. એ સાયલામાં દીન-દુઃખીના બેલી લાલજી ભગત થઈ ગયા. ત્યારથી લોકો એને ભગતના ગામ તરીકે ઓળખે છે. સાયલા સંપ્રદાયનું મુખ્ય મથક પણ ત્યાં જ. જો કે હાલમાં તે સંપ્રદાય નામશેષ થઈ ગયો છે છતાં સાયલાનું મહત્ત્વ દરેક રીતે છે. નગરની બહાર શ્રીમદ્ રાજચંદ્રનો મોટો આશ્રમ પણ ત્યાં છે.
દશાશ્રીમાળી જ્ઞાતિના તે વખતે સાયલામાં ઘણા ઘર હતા. તેમાં પાનાચંદભાઈ નામના એક સહસ્થ રહેતા હતા. તેઓ ધર્મપ્રેમી હતા. તેમના ધર્મપત્નીનું નામ રળિયાતબાઈ હતું. તેઓ સદ્ગણી અને સુશીલ હતાં. તે ભાગ્યશાળી માતાની કુક્ષિએ સં. ૧૯૩૩, માગસર સુદિ-૧ ગુરુવારના એક પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ પાડવામાં આવ્યું નાગરકુમાર. નાગરકુમારને એક મોટા ભાઈ હતા. જેમનું નામ હતું જેસંગભાઇ. આખું કુટુંબ વિશાળ તેમ જ ખાનદાન હતું. દિવસો આનંદપૂર્વક પસાર થઈ રહ્યા હતા.
વાત્સલ્ય દાતા વડીલોની વસમી વિદાય) નાગરકુમાર પાંચ વર્ષના થયા હતા ત્યાં અચાનક માતા રળિયાતબાઈ કાળધર્મ પામ્યાં. પુત્રનાં માટે આ આઘાત અસહ્ય હતો પરંતુ તેને સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અધૂરામાં પૂરું અગિયારમે વર્ષે પિતાશ્રી પાનાચંદભાઈ પણ અવસાન પામતા નાગરકુમારના દુઃખની કોઈ સીમા ન રહી. ખરું જ કહ્યું છે કે
एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारिमवार्णवस्य । तावद् द्वितियं समुपस्थितं मे, छिद्रेष्वना बहुली भवन्ति ॥
ભાવાર્થ : એક સમુદ્રને પાર કરી બીજા સમુદ્રને પાર કર્યાની જેમ એક દુ:ખનો અંત આવે ત્યાં બીજું ઊભું જ હોય કારણ કે એક છિદ્ર પડે તો તેમાં વધારે અનર્થો થતાં વાર નથી લાગતી તેમ કર્મરાજા જ્યારે રુઠે ત્યારે ઉપરાઉપરી સજા થયા કરે. બંને ભાઇઓએ સમજણથી મનને મનાવ્યું. મોટાભાઈ જેસંગભાઈના લગ્ન થઈ ગયા હતા તેથી તેઓ તેમના ઘરેથી મોંઘીબાઈ નાગરકુમારને પુત્રની જેમ સાચવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org