________________
આ છે અણગાર અમારા
- ૨૭૩
અચાનક પાલણપુરમાં મળ્યા. હું ગામ બહાર દૂર રહેતો ને તેઓ ગામમાં. તેમની પોતાની રચેલી કર્તવ્ય કૌમુદી આદિ કૃતિઓ મને સંભળાવવી અને સંશોધવી હતી. મેં એ કામ મારા જ મકાને કરી દેવા કહ્યું, ત્યારે તેઓ નિયમિત સમયે રોજ આટલે દૂર મારા મકાને આવે અને હું કાંઇ ફેરફાર સૂચવું અગર કોઈ બાબત ઉપર મીઠી ટીકા કરું, ત્યારે તેઓ જરા પણ તપ્યા વગર એ સૂચનનો ગ્રાહ્ય ભાગ નોંધી લે. આવી તેમની નિખાલસતા અને સરલતા હતી.
' વિદ્યાભૂષણ સંતના ગ્રંથોને આંતરરાષ્ટ્રીય સન્માન જેમાં આચાર્ય હેમચન્દ્રના “સિદ્ધ હૈમ” ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી શોભાયાત્રા કાઢી સિદ્ધરાજે પોતાના રાજમહેલમાં પધરાવી તેનું સન્માન કર્યું હતું. ત્રણસો લહિયાઓને રોકી તેની નકલો લખાવી પ્રચાર કર્યો હતો તેટલું જ મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સન્માન શતાવધાનીજીના અર્ધમાગધી શબ્દકોષ વગેરે ગ્રંથોને ભારતના પંડિતો, પ્રોફેસરો ઉપરાંત ડૉ. હેલ્મથ, પ્રો. શુછીંગ, પ્રો. સેલ્વાન લેવી, પ્રો. જહોન નોબલ, પ્રો. હર્મન જેકોબી, ડૉ. કીર ફેલ, પ્રો. વીંટર નેટઝ, ડૉ. પરટોલ્ડ ઇત્યાદિ વિદેશી વિદ્વાનોએ આપ્યાં છે તેમજ અભ્યાસીઓને તે આશીર્વાદસ્પ હોવાનું સ્વીકાર્યું છે.
હાલમાં બે ત્રણ વર્ષ પહેલાં જાપાન સરકારે અર્ધમાગધી કોષ ભાગ ૧-૨૩-૪-૫ નો સેટ છપાવી પ્રસિદ્ધ કર્યો છે. તેના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે તે ગ્રંથો કેટલા કીંમતી હશે. અર્ધમાગધી વ્યાકરણની રચનાને કારણે તેમને ઉપાધ્યાય અમર મુનિ વગેરે અર્ધમાગધી પાણિનિની ઉપમા આપી છે.
બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી રત્નચન્દ્રજી મહારાજે પુષ્કળ વિહાર કર્યો, હજારો વ્યાખ્યાનો આપ્યાં, પચીસેક જેટલા સંસ્કૃત અને ગુજરાતીમાં માગધી અને પ્રાકૃતમાં મહાન તાર્તિકે મૌલિક ગ્રંથો લખ્યા. પુષ્કળ સંશોધનાત્મક અભ્યાસ કરી સ્મરણશક્તિ મેળવી અનેક સંસ્થાઓને જીવન આપ્યું. અનેક સ્થળે ચાલતા વિસંવાદો મટાડ્યા. પવિત્ર જીવન જીવી જિજ્ઞાસુ અને મુમુક્ષોને પવિત્ર જીવન પ્રતિ અંગુલીનિર્દેશ કર્યો હતો. ઘણાં સત્કાર્યો કર્યા અને વીરસંઘ વગેરે મહત્ત્વનાં કાર્યો ભાવિ પેઢી માટે મૂકી ગયા. તેમના ઉચ્ચતમ જીવનમાંથી પ્રેરણા મેળવી તેમના અધૂરા રહેલા કાર્યો પૂરો તેવી શાસનદેવ શાસનભક્તોને સબુદ્ધિ સુઝાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org