________________
૨૭૨
શ્રી રત્નચન્દ્રજી સ્વામી દીધા નહિ અને સહનશીલતા રાખીને સમયને જાળવી લીધો. આવી ક્ષમા અને સહનશીલતા રાખવી તે મામૂલી વાત નથી. મહાન આત્માઓથી જ આવું બની શકે છે.
સમ્ય દર્શન” ના તંત્રી સ્વ. રતનલાલજી દોશીએ લખેલું મુનિશ્રી રત્નચન્દ્રજીને ગુસ્સે કરવા ઈરાદાપૂર્વક મેં પ્રયત્ન કરેલો. જયપુરના ચાતુર્માસ વખતે મેં પત્ર દ્વારા ચાલતા પ્રશ્નોતરીમાં એક તર્ક એવો કર્યો હતો કે જે યુક્તિસંગત હોવા છતાં મુનિશ્રીને પોતાને લાગુ પડતો હતો અને તેથી તેમને આવેશમય કરે તેવો હતો. હું અનુમાન કરતો હતો કે એના ઉત્તરમાં મને સારી પેઠે ઠપકો મળશે પરંતુ ઉત્તર મળતાં આશ્ચર્ય થયું કે મારો સીધો હુમલો પણ તેમને ઉત્તેજિત કરી શક્યો નહિ ! જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની એવી જ ઉદારતાનો મને પરિચય થયો, જે આ જન્મ ભૂલી શકાય તેમ નથી..
નમ્રતા અને સરલતા
વિદ્યાવારિધિ શ્રી રત્નચન્દ્રજી મ. જ્ઞાનને એવી રીતે પચાવી શક્યા હતા કે તેના અજીર્ણનો એકાદ ઓડકાર પણ તેમને કદાપિ આવ્યો ન હતો. જેમ જેમ જ્ઞાનમાં તેઓ આગળ વધતા ગયા તેમ તેમ ફળથી લચી પડેલાં વૃક્ષની જેમ વધુ ને વધુ નમ્ર બનતા ગયા. તેમની નમ્રતા તેમના પરિચયમાં આવનાર ઉદંડ સાધુઓને અને એકલવિહારીઓને પણ વશીકૃત બનાવી દેતી.
ક્ષમા અને નમ્રતાની સહચારિણી શ્રી રત્નચન્દ્રજી સ્વામીની સરલતા આશ્ચર્યોત્પાદક હતી. કોઈ વ્યક્તિની પ્રચ્છન્ન વક્રતાને તેઓ ત્વરાથી પિછાની શકતા જ નહિ. પોતાના સ્વભાવની ઋજુતા જ સામી વ્યક્તિમાં પ્રતિબિંબિત થતી જોતા. જે પોતે સરલ હોય તે બીજાઓને પણ સરલ જાણે. તેમ એમનાં જીવનમાં
હતું.
| સુપ્રસિદ્ધ જૈન પંડિત સ્વ. સુખલાલજીએ ન્યાયવિશારદ શ્રી રત્નચન્દ્રજી મ. વિષે અભિપ્રાય આપ્યો હતો કે “મુનિશ્રી રત્નચન્દ્રજીની વિદ્વતા બહુવિષયગામિની હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, અલંકાર અને ન્યાય તેમજ દર્શનોના સારા અભ્યાસી હતા. પ્રાકૃત ભાષા તો તેમને પરંપરાગત પ્રાપ્ત હતી જ. હું જાણું છું, ત્યાં લગી સમગ્ર સ્થા. જૈન સમાજમાં આટલા વિવિધ વિષયોનું અધ્યયન કરનાર માત્ર સદ્ગત મુનિશ્રી જ હતા. તેમની તોલે આવે તેવી બહુશ્રુત વ્યક્તિ સ્થાનકવાસી પરંપરામાં મેં જોઇ નથી.”
તેમની નમ્રતા પણ અદ્ભુત હતી. ત્રીસ વર્ષ પહેલાં અમે ચોમાસામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org