________________
આ છે અણગાર અમારા
૨૦૧
તેમણે ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થતાં “પુરાતત્વ” ત્રૈમાસિકમાં લખ્યો હતો. જૈન પ્રાચીન ગ્રંથોના શબ્દાર્થો પોતાની કલ્પના પ્રમાણે કરીને કેટલાક જૈનેતર પંડિતો એવું વિધાન કરતા કે જૈનોમાં માંસાહાર થતો. આવાં વિધાનોના પ્રત્યુત્તર જૈનોએ આપ્યા છે. શ્રી રત્નચન્દ્રજી મહારાજે “રેવતીદાન સમાલોચના'ના નિબંધ દ્વારા જૈનધર્મ સામેના એ જ આક્ષેપના શાસ્રસિદ્ધ પ્રત્યુત્તર આપ્યો છે.
પંડિત કોસંબીના ઉપર્યુક્ત લેખથી સને ૧૯૨૫માં તેમની સામે જૈન સાધુઓ તથા જૈન વર્તમાનપત્રોએ મોટો ખળભળાટ મચાવી મૂક્યો હતો. એવા સમયે કોઇ પણ જૈન સાધુ તેમના પ્રત્યે પ્રેમ કે સમભાવ બતાવે, તેવી આશા પણ તેમને ક્યાંથી હોય ? એવા સમયે તેઓ શ્રી રત્નચંદ્રજી સ્વામીને અમદાવાદમાં ઉપાશ્રયે મળવા ગયા હતા. તે મિલનની તેમના પર જે છાપ પડે તેનું વર્ણન કરતાં પંડિત કોસંબી લખે છે.
“શ્રી રત્નચન્દ્રજી અને તેમના ગુરુશ્રી ગુલાબચન્દ્રજી મને અત્યંત પ્રેમ અને સહાનુભૂતિથી મળ્યા. તેથી મને માલૂમ પડ્યું કે તેમનામાં સાંપ્રદાયિક સંકીર્ણતા નથી. વર્તમાન યુગમાં એવી ઉદારતાની બહુ જ આવશ્યકતા છે. તે વિના આપણા દેશમાં રાષ્ટ્રીય ઐક્ય થવું અસંભવિત છે, એમની એ ઉદારતા કેવળ જૈન સંપ્રદાયના માટે નહિ, પરંતુ અન્ય સંપ્રદાયોના આચાર્યોને માટે પણ ઉદાહરણ રુપ છે.”
ક્ષમાવંત અને શાંતિધર
સાધુત્વની ખરી કસોટી આચરણની એરણ પર થાય છે. ભારતભૂષણ શ્રી રત્નચન્દ્રજી મ. ની ક્ષમાશીલતા અને શાંત સ્વભાવનો જેમને અનેકવાર પરિચય થયો હતો તેઓ એમ સ્વીકારતા કે તેમણે જીવનમાં અક્રોધ દશા પ્રાપ્ત કરી હતી. સ્વ. શેઠ વર્ધભાણજી પીતળિયા (રતલામ) પોતાના પર પડેલ છાપનો ખ્યાલ આપતાં લખ્યું હતું કે ‘“શ્રી રત્નચન્દ્રજી મ. ને સાંપ્રદાયિકતાએ જકડી લીધા નહોતા, પરંતુ તેમનામાં ઉદાર વિચારો તથા ગુણગ્રાહકતા હતી. સાધુ સંમેલન વખતે બધા મુનિઓની સાથે તેમણે પ્રેમપૂર્વક વર્તન કર્યુ હતું અને તેથી જ તેમણે “શાંતિ રક્ષક” તરીકેનું માન બધા મુનિઓ તરફથી મળ્યું હતું.’
તેમની સર્વથી વિશેષ ક્ષમા અને સહનશિલતાનો પરિચય ખુદ મને ઘાટકોપરના અધિવેશન વખતે થયો હતો. પોતે ખાસ મંડપમાં પધાર્યા હતા, તે સમયે જો કે મેં મુનિ આચારને ઉપયોગી તથા સમાજની વિપરીત પ્રવૃત્તિને કારણ જરા આકરાં વેણ ઉચ્ચાર્યાં હતાં, તે પણ તેમણે પોતાના ક્રોધ કે માન ઉત્પન્ન થવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org