________________
આ છે અણગાર અમારા
૨૭૫ હતા. શ્રીમતી મોંઘીબાઇ બહુ ભણ્યા ન હતા. પરંતુ ગણ્યા ખૂબ હતા. એક દ્રષ્ટિએ ભણતર કરતાં ગણતરની કિંમત વધારે છે. નાગરકુમાર પણ પોતાનાં ભાભીને જનેતાની જેમ માનતા હતા. અને એટલું જ તેમનું સન્માન કરતા હતા. સુખશાંતિથી દિવસો પસાર થવા લાગ્યા.
'અદ્ભુત કંઠ કળા, સગપણ થયું પરંતુ..... નાગરકુમારને પ્રથમથી જ કંઠ કળા તથા અભિનય કરી ચૂક્યા હતા. જયારે જ્યારે સંગીત તેમ જ નાટકનો યોગ મળતો ત્યારે ત્યારે તેમાં રસ લેતા જેથી ગૃહસ્થ જીવન ઉપર તેમનું જરાય ધ્યાન ન હતું. વડીલોને લાગ્યું કે નાગરને ખીલે બાંધીએ તો સારું, એમ વિચારી મુરબ્બીઓએ સુદામડાની એક કન્યા સાથે સગપણ કર્યું. મોઘીબા મોંઘેરા દિયરના સગપણથી રાજી થયાં પણ એવામાં ફરીને એક કરુણ ઘટના બની જેથી નાગરના હૈયે ચોટ પહોંચી.
"Life is a tragedy, face it."
જીવન એક કરુણ ઘટના છે, તેનો સામનો કરો સાયલામાં ધંધાનો બરાબર મેળ ન થતાં બન્ને ભાઈઓ ભાવનગર પહોંચ્યા.
ત્યાં ધંધો મળ્યો. ધીરે ધીરે જમાવટ થવા લાગી. કમાણી ધીકતી થવા માંડી ત્યાં તો મોટા ભાઈની મોટી ઓથ હતી તે પણ ચાલી ગઈ અર્થાત્ મોટાભાઈ મોટી માંદગીમાંથી બચી જ ન શક્યા, તેમનું મૃત્યુ થયું. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે જીવન એક કરૂણ ઘટના છે.
ભાઈભાભીની નાગરભાઈને હુંફ મળે તેના બદલે ભાભી મોંઘીબાઈને હુંફ આપવાની જવાબદારી નાગરભાઈ માથે આવી પડી. હવે પરણવાની વાતને ઠેલી ન શક્યા ત્યાં તો બીજી એક આઘાતજનક ઘટના બની. અચાનક કોઈએ નાગરભાઈને કહ્યું કે, “કન્યામાં દગો થયો છે બતાવી હતી મોટી કન્યા પણ તમારું સગપણ થયું છે નાની કન્યા સાથે.”
આ સાંભળી દિયર-ભોજાઈને આરપાર ચોટ લાગી. નાગરભાઈએ કહ્યું, “ભાભી. સંકેત મળી ગયો” નિયસર નહિ, વિવાના, દુનિયામાં ક્યાંય સાર નથી, તું શા માટે ભૂલે છે? આમ કહીને જયારે તેમણે દીક્ષાની વાત કરી ત્યારે ભાભીને બેવડું દુ:ખ થયું. કુટુંબીજનો નાગરભાઈને સમજાવવા લાગ્યા, “મોંઘીબહેન જનેતા સ્થાને છે. તેઓ વિધવા થયાં છે. તેમની સેવા કરો.” કાલ સવારે કન્યા મોટી થશે. અથવા બીજે સગપણ કરવું હોય તો માંગા પુષ્કળ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org