________________
૨૦૮
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી આમ પેથાભાઈ અને નરપાળભાઈને દરેક પ્રયાસોમાં નિષ્ફળતા મળી એટલે ગામના તથા જ્ઞાતિના આગેવાનોએ અને કુટુંબીજનોએ તેમને જણાવ્યું કે ગણપતની દીક્ષા લેવાની આટલી તીવ્ર ઈચ્છા છે, તો તમે હવે તેને વધારે હેરાન ન કરો અને રાજીખુશીથી દીક્ષા અપાવો. તેમાં તમારું તથા તેનું બન્નેનું હિત છે. આ કથનની પેથાભાઈ અને નરપાળ ઉપર સારી અસર થઈ.
ચુંદડી ઓઢાડી અરે શ્રવણભાઈના લાલ તે કમાલ કરી.....” નરપાળભાઈ પોતાના ભાઈને દીક્ષા આપવાનો વિચાર કરે છે તે દરમ્યાન શ્રી ગણપતભાઈ ગુંદાલા પહોંચી ગયા અને જે મેઘબાઈ સાથે પોતાનું સગપણ થયું હતું તેમને ચુંદડી ઓઢાડી કહ્યું કે, “આજ થી જ તું મારી બહેન છે.” તેમનાં સાસુએ જમવાનો આગ્રહ કર્યો એટલે તેમને ત્યાં ભોજન કરી ભોરારા પાછા આવી વડીલ બંધુને સર્વ હકીકત જણાવી અને વિશેષમાં જણાવ્યું કે “મને દીક્ષા લેવામાં અંતરાય ન પાડો.”
સમય-સંયોગો વિચારી છેવટે નરપાળભાઈએ ગણપતભાઈને તેમ જ વીરજીભાઈને લીંબડી સંપ્રદાયના ધોરણ મુજબ દીક્ષા લેવા માટે શ્રી સંઘ સમક્ષ અનુમતિ લખી આપી.
સોનું કષ, છેદ અને તાપ એમ ત્રિવિધ કસોટીમાંથી પસાર થાય છે ત્યારે જે તે શુદ્ધ કંચન બને છે તેમ શ્રી ગણપતભાઈ પણ પાંચ-સાત વખતની આકરી કસોટીમાંથી પસાર થયા અને સાધુજીવનમાં શુદ્ધ કંચનની માફક ઝળકી ઊઠ્યા તે આગળ વાંચવાથી ખ્યાલ આવી શકશે.
મહાભિનિષ્ક્રિમણના માર્ગે આગે કદમ.....
રંકને ચિંતામણિ રત્ન મળે, દરિદ્રને રાજવી પદ મળે અને જેવો આનંદ થાય તેવો આનંદ દીક્ષા માટે અનુમતિ મળવાથી બંન્ને ભાઈઓને થયો. ગુરુમહારાજ પાસે બંન્ને ભાઈઓ સ્થિરતાથી અભ્યાસ કરવા લાગ્યા. સંયમ લેવા માટે લીલી ઝંડી મળી ગઈ હતી.
સંવત ૧૯૩૫નું ચાતુર્માસ મુન્દ્રામાં પૂર્ણ કરી પૂજ્ય શ્રી નથુજી સ્વામી તથા મ. શ્રી નાના કાનજી સ્વામી ઠાણા-ર ભોરારા પધાર્યા અને ત્યાંથી વિહાર કરી લાખાપર પધારતા હતા. તેવામાં માર્ગમાં વીરાણિયા ગામ પાસે કાળો સર્પ પૂજ્યશ્રીની ડાબી બાજુ આડો ઊતર્યો. પૂ. શ્રી નથુજી સ્વામીને ભોરારા પાછા ફરવું ઉચિત ન લાગ્યું એટલે લાખાપર ગયા પણ નાના કાનજી સ્વામીને સખત તાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org