________________
૨૦૯
આ છે અણગાર અમારા આવ્યો. એક દિવસની સ્થિરતા કરીને પાછા ભોરારા આવ્યા પરંતુ કાનજી સ્વામીને તાવ તો ચાલુ જ રહ્યો.
ભોરારા નાનું ગામ હોવાથી ઔષધોપચારની પૂરી સગવડ ન હતી તેથી મુન્દ્રા જવાનો વિચાર કર્યો. તે વખતે મુન્દ્રામાં આઠ કોટિ મોટી પક્ષના પૂજયશ્રી વ્રજપાલજી સ્વામી બિરાજમાન હતા. તેમને નાના કાનજી સ્વામીની માંદગીના સમાચાર મળ્યા. એટલે પોતાના શિષ્ય પરિવાર સાથે ભોરારા પધાર્યા અને પૂજ્યશ્રી નથુજી સ્વામીને મુન્દ્રા પધારવા માટે આગ્રહ કર્યો. છેવટે સાધુઓ પોતે નાના કાનજી સ્વામીને ડોળીમાં બેસાડી પોતે ઉપાડી મુન્દ્રા લઈ ગયા.
તે વખતે ચતુર્વિધ સંઘમાં પરસ્પર સહકાર અને સેવા ભાવનાની વૃત્તિ હતી. સંપ્રદાય-ભેદ કે ગચ્છ-મોહ ન હતો. વૈયાવચ્ચના અવસરે આ ક્યા સંપ્રદાયના છે? કોના શિષ્ય છે? તેવો પક્ષપાત ભર્યો વિચાર આવતો જ નહિ. સાધુ યા સાધ્વીને માટે “પૂજ્ય છે, વૈયાવચ્ચ કરવા યોગ્ય છે.' એ જ માત્ર એક ભાવના હતી અને ઉપકાર બુદ્ધિથી તથા કલ્યાણની કામનાથી સૌ કોઈ પ્રવૃત્તિ કરતા. જયારે આજે સંયોગો જુદા છે. તે ઊતરતા કાળની બલિહારી છે.
મુન્દ્રા પહોંચ્યા પછી શ્રી નાના કાનજી સ્વામી માટે અનેક ઔષધોપચારો કરવામાં આવ્યા પણ “તૂટી તેની બૂટી નહિ એ લોકોક્તિ પ્રમાણે વિ.સં. ૧૯૩૬ના માગસર વદિ-રના દિવસે તેઓશ્રી માત્ર ૨૪ વર્ષની ઉંમરે, ૧૪ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા. તેઓ શ્રી કચ્છ ગુંદાલાના વીસા ઓસવાળ હતા, અટક દેઢિયા હતી. સં. ૧૯૨૨ના માગસર સુદિ-રના લીંબડીમાં પૂજ્ય શ્રી નથુજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી અને સૂત્ર-સિધ્ધાંત તેમ જ સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો હતો. તેમણે “નીતિ દીપક શતક' સંસ્કૃત ગ્રંથ બનાવેલ છે. તેમનાં માતુશ્રીએ પણ દીક્ષા લીધી હતી.
વિદ્યાભૂષણ મ. શ્રી નાના કાનજી સ્વામીના સ્વર્ગવાસના સમાચાર લીંબડી પહોંચ્યા કે તરત જ પૂજ્ય શ્રી કાનજી સ્વામી, જેઓ તે સમયે આચાર્યપદે બિરાજતા હતા, તેમણે તરત જ મ. શ્રી વીરચન્દ્રજી સ્વામી અને મ. શ્રી આશકરણજી સ્વામીને કચ્છ જવાની આજ્ઞા કરી. તેઓ બન્ને મુનિવરો પણ શીઘ વિહાર કરી પૂજ્ય શ્રી નથુજી સ્વામીને આવી મળ્યા. તેઓ ત્રણે ઠાણા વિહાર કરતાં કરતાં અંજાર (કચ્છ) પધાર્યા.
ઐતહાસિક શહેર અંજારમાં દીક્ષા-મહોત્સવ” | કચ્છમાં અંજાર મોટું શહેર છે હો જી”. “હાલોને અંજાર મુજા બેલીડા,
જેવા સુપ્રસિદ્ધ લોકગીત અને ભજનો દ્વારા કવિઓએ જેવું માહાત્મય ગાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org