SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા કે દેવજી સ્વામી શાસનદીપક થશે. નવદીક્ષિત મુનિરાજ શ્રી દેવજી સ્વામી ભણવામાં એક્કા હતા. તેમની યાદશક્તિ તથા ગ્રહણશક્તિ અદ્ભૂત હતી. ટૂંક સમયમાં તેમણે ઘણું જ જ્ઞાન મેળવ્યું હતું. કહેવાય છે કે સંસ્કૃત વ્યાકરણના મુખ્ય ગ્રન્થોનો તલસ્પર્શી અભ્યાસ તેમણે ફક્ત ૧૦ મહિનામાં કર્યો હતો અને ન્યાયના ગ્રન્થોનો અભ્યાસ ૧૩ મહિનામાં કર્યો હતો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિના આવું બની શકતું નથી. નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન મેળવી લીધું છતાં તેમનામાં નમ્રતા ખૂબ જ હતી. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ નમ્રતા વધે. એ સાચો જ્ઞાની. જેમ જ્ઞાન વધે તેમ અક્કડતા અને અહંકાર વધે તો એ અજ્ઞાની. આંબાના વૃક્ષને ફળ આવે તો એ વધારે નીચે નમે. એરંડાના વૃક્ષને ફળ આવે તો એ વધારે અક્કડ બને. બસ, મહાન આત્મા અને અલ્પ આત્મા વચ્ચે આ જ તફાવત છે. પૂ. શ્રી દેવજી સ્વામીમાં નાની ઉંમરમાં પીઢતા અને ગંભીરતા પણ ખૂબ જ હતી. તેમનાં ઉચ્ચ જ્ઞાન અને શ્રેષ્ઠ આચારથી દરેક ઠેકાણે પ્રભાવ પડવા લાગ્યો. લોકોને લાગતું કે આ તો જાણે બીજા અજરામરજી સ્વામી જોઈ લ્યો. શાસનોદ્વારક પૂજ્ય આચાર્યશ્રી અજરામરજી સ્વામીએ સંપ્રદાયને એકદમ લાઈટમાં લાવી દીધો હતો. તે લાઈટમાં પાવર પૂરવાનું કામ પૂજ્યશ્રી દેવજી સ્વામીએ કર્યું જેથી ઉત્તરોત્તર લીંબડી સંપ્રદાયે પ્રગતિના શિખર સર કરી સ્થાનકવાસી સમાજમાં અગ્રસ્થાન લીધું. સદ્ગુરુની કૃપા અને સત્પુરુષાર્થ વડે તળેટીમાંથી ટોચ ઉપર પહોંચે છે એક વખતનો બાળક. ૧૬૩ વિ. સંવત ૧૮૮૭ની સાલમાં પૂજ્ય આચાર્યશ્રી ભાણજી સ્વામી કાળધર્મ પામતા ગાદીપતિ પદ અને આચાર્ય પદની જગ્યાઓ ખાલી પડી જેથી સંવત ૧૮૮૮ના પોષ વદમાં લીંબડીમાં સાધુ સંમેલન થયું અને મહાસુદ-૨ના શુભ દિવસે ગાદીપતિ તરીકે પૂજ્ય શ્રી હ૨ચન્દ્રજી સ્વામીને નિયુક્ત કર્યા તથા આચાર્ય તરીકે ૨૮ વર્ષની ઉંમરના પૂ. શ્રી દેવજી સ્વામીને નીમ્યા અર્થાત્ ચતુર્વિધ સંઘે મળીને તેમને આચાર્યપદવી આપી. પૂજ્યપાદ શ્રી અજરામરજી સ્વામીથી કરીને પૂજ્ય આચાર્યશ્રી રૂપચન્દ્રજી સ્વામી સુધી લીંબડી સંપ્રદાયમાં ઘણાં આચાર્ય થયા પરંતુ સૌથી નાની ઉંમરે આચાર્ય બન્યા હોય તો તે સકલાગમ રહસ્યવેદી પૂજ્યશ્રી દેવજી સ્વામી. નાની ઉંમરમાં દીક્ષિત થનાર એક બાળક નાની ઉંમરમાં જ આટલી ઊંચી કક્ષાએ પહોંચે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy