________________
૧૬૨
પૂજ્યશ્રીની કંઠીમાં પધરામણી અને દેવજીનો વિશેષ અભ્યાસ
ત્યારપછી પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓએ (કચ્છ) કંઠી તરફ વિહાર કર્યો. દશ મહિના એ બાજુ વિચર્યા તે સમય દરમ્યાન દેવજીએ ઘણો અભ્યાસ કરી લીધો. ફક્ત નવ વર્ષની ઉંમરમાં ગુર્વજ્ઞા શિરોમાન્ય કરી પોતાનું વતન છોડી અન્યત્ર રહી ધાર્મિક અભ્યાસ કરવો અને સંયમની ભાવના ટકાવી રાખી તે નાનીસૂની વાત નથી. પૂર્વભવના મહાન પુણ્ય વિના આવું બની શકતું નથી. ધન્ય છે એ મહાપુરુષને કે જેમણે શરૂઆતથી જ ગુરુદેવની આજ્ઞાને જીવનમંત્ર ગણ્યો.
શ્રી દેવજી સ્વામી
જા, સંયમપંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને । જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને
પૂજ્યશ્રી આદિ ઠાણાઓ દશ મહિના કંઠીમાં વિચર્યા તે સમાગમના કારણે બીજા બે છોકરાઓ તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થયા. એક હતો રામાણિયાનો વીરજી તથા બીજો હતો ટોડાનો લખમશી. બન્ને વીશા ઓસવાળ હતા. તેઓ પૂ. શ્રી સાથે રહેવા લાગ્યા.
દસ મહિના એ તરફ વિચરીને સંવત ૧૮૭૦ના પોષ મહિનામાં તેઓશ્રી રાપર પધાર્યા. તેજસ્વી બાળક દેવજી તો ભણીભણીને તૈયાર થઈ ગયો હતો. પૂ. શ્રી દેવરાજજી સ્વામીએ લીંબડીથી ગુરુદેવ પૂ. શ્રી ૧૮૭૦ પોષ વદ-૮ના દિવસે ત્રણે ઉમદેવારોને સાથે ભાગવતી દીક્ષા આપી. દેવજીનું નામ દેવજીસ્વામી રાખ્યું અને તેમને શાંતસ્વભાવી મહારાજ શ્રી મોણશી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. રાપરના શ્રાવકોએ ભારે ઉત્સાહથી આ દીક્ષા પ્રસંગ ઊજવ્યો. દરેકે સારા આશીર્વાદ આપ્યા કે દેવજી સ્વામી ખરેખર દિવ્યયુગ પ્રવર્તાવશે.
અદ્ભુત સ્મરણશક્તિ
જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં, રગ રગમાં એનો સ્રોત વહે, ને પ્રગટે તારા વર્તનમાં; તારા જ્ઞાનદીપકના તેજ થકી, આ દુનિયા ઝાકમઝાળ બને... જા, સંયમપંથે દીક્ષાર્થી...
એ સાલનું ચાતુર્માસ કચ્છમાં વિતાવી પૂ. શ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓ રણ ઊતરીને અનુક્રમે લીંબડી પધાર્યા. જોકે તે વખતે પૂજયશ્રી અજરામરજી સ્વામી કાળધર્મ પામી ગયા હતા પરંતુ આશીર્વાદ આપી ગયા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org