________________
આ છે અણગાર અમારા
૧ ૬૧
शिवास्ते सन्तु पन्थानः ।। પિતા શ્રી પુંજાભાઈએ દેવજીની દઢતા જોઈને રાજીખુશીથી રજા આપી. તે દિવસે સુશ્રાવક પોપટભાઈ તથા દેવજી બન્ને ઉપાશ્રયમાં પૂજ્ય મહારાજ સાહેબ પાસે સૂતા. રાત્રે પૂજયશ્રીએ દેવજીને કહ્યું કે, “અમારે પગે ચાલીને વિહાર કરવાનો છે માટે તું લીંબડી જા.” દેવજીએ કહ્યું કે, “ના, હું તો તમારી સાથે જ આવીશ.” આવી તેની તૈયારી જોઈ તેમણે દેવજીને સાથે લેવાનો વિચાર કર્યો અને તે જ વખતે સદ્ગુરુદેવ પૂજયશ્રી અજરામરજી સ્વામીના શબ્દો યાદ આપ્યા,
વાંકાનેરમાં પુંજાભાઈ ઠક્કરનો પુત્ર તમારી સાથે આવે તો ના પાડતા નહિ, એ બાળક બહુ પ્રતાપી છે, શાસનને શોભાવશે.” પૂજ્ય ગુરુદેવનો વાત્સલ્યભાવ અને રંગબાઈ
શ્રાવિકાનો ભક્તિભાવ વાત્સલ્યભાવથી પ્રેરાઈને પૂજ્યશ્રી દેવરાજજી સ્વામીએ વિચાર કર્યો કે આટલી નાની ઉંમરનું બાળક મોટા વિહાર કેમ કરી શકશે ? આ વિચાર ચાલતો હતો ત્યાં મોરબીના રંગબાઈ શેઠાણી પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યાં. તેમને આ વાત કરી તો શેઠાણી ખૂબ જ આનંદવિભોર બની ગયાં અને થોડા દિવસ મોરબીમાં રહીને દેવજીને ભણાવવાનું નક્કી કર્યું. તેટલામાં ટોકરભાઈ મોરબીયાએ રાપરથી બે માણસોને પૂજ્યશ્રીને વિનંતી કરવા માટે મોકલ્યા હતા એટલે પૂજયશ્રીએ દેવજીને તેમની સાથે રાપર મોકલી આપ્યો અને ભલામણ કરી કે અમે રણ ઊતરીને રાપર આવીએ ત્યાં સુધી દેવજીને ભણાવજો .
'અમ્માપિયાવિત્ રાપરના એ શ્રાવકો !! રાપરના એ શ્રાવકોનો ભક્તિભાવ તે વખતે પણ પ્રશંસનીય હતો. તે શ્રાવકો દેવજીને રાપર તેડી આવ્યા અને ખૂબ જ પ્રેમથી તેને સાચવવા લાગ્યા. સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવતા રહ્યા. થોડા દિવસ વિહાર કરતાં કરતાં પૂ. શ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓ પણ રણ ઊતરીને અનુક્રમે રાપર પધાર્યા. તે અરસામાં દેવજીએ રાપરમાં રહીને ધર્મનો સારો અભ્યાસ કરી લીધો હતો તેમ જ તેનું મન પણ ત્યાં ગોઠી ગયું હતું, અર્થાત તેને ત્યાં ખૂબ જ ગમી ગયું હતું. તેઓના ભક્તિભાવ અને પ્રેમભાવ જોઈ પૂજ્યશ્રીએ વધારે અભ્યાસ કરવા માટે દેવજીને રાપર જ રાખ્યો અને કહ્યું કે, “અમે કંઠીમાંથી પાછા આવીએ ત્યાં સુધી અહીં જ ભણાવજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org