SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬) શ્રી દેવજી સ્વામી આવી રીતે તે બાળકને જોયા વિના પુજયશ્રીએ ભાવિના એંધાણ આપ્યા જે આગળ જતાં અક્ષરશઃ સાચા પડ્યા. પૂજયશ્રી અજરામરજી સ્વામી પછી પ્રભાવશાળી આચાર્ય થયા હોય તો તે પૂ. શ્રી દેવજી સ્વામી. ગુરુજી બડે જ્ઞાની હૈ આતમ ધ્યાની, સુનાતે જિનવાણી, તિરાતે ભવ્ય પ્રાણી આયે હૈ બડી દૂર સે, વંદન કરલો તિકનૃત્તો કે પાઠશે. લીંબડીથી વિહાર કરીને ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં પૂજયશ્રી દેવરાજજી સ્વામી, સ્થવર શ્રી મોણશી સ્વામી આદિ ઠાણાઓ વાંકાનેર પધાર્યા. વાંકાનેરના ભાવિક શ્રાવકો પૂજયશ્રીની પધરામણીથી ભારે, આનંદવિભોર બની ગયા. પૂજયશ્રીના દર્શન તેમ જ વ્યાખ્યાન વાણી, સત્સંગ વગેરેનો લાભ લેવા લાગ્યા. સુશ્રાવક શ્રી પોપટભાઈ દેવજીને લઈ પૂજ્યશ્રી પાસે ગયા. પૂજયશ્રીએ સરળ ભાષામાં ધર્મોપદેશ આપ્યો. પોપટભાઈએ દેવજીને પૂછયું. “આ મહારાજ સાહેબ પાસે તારે રહેવું છે?” ત્યારે માત્ર નવ વર્ષની ઉંમરનો દેવજી પૂજ્યશ્રીનું દેદીપ્યમાન શરીર, સૌમ્ય મુખાકૃતિ, બોલવાની સુંદર છટા, વાણીની મીઠાશ વગેરે જોઈ રાજી થઈ ગયો હતો જેથી સ્વાભાવિક રીતે જ બોલી ઊઠ્યો કે, “આ મહારાજ મને રાખે તો હું એમની પાસે રહેવા તૈયાર છું.” પોપટભાઈ તેમના પિતાજી પાસે ગયા અને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે જો છોકરાની મહારાજ સાહેબ સાથે રહેવાની ઈચ્છા હોય તો હું શા માટે ના પાડું ? ખુશીથી તે રહે, આવા સાધુસંત તરફ પ્રેમ જાગે એ પુણ્યની નિશાની છે છતાં પુત્રની સામાન્ય કસોટી કરી કે “બેટા, તું જે માર્ગે જાય છે તે માર્ગ સુંવાળો નથી પરંતુ કાંટાળો છે. તેમાં અનેક પ્રકારના સંકટોનો સામનો કરવો પડશે માટે વિચારીને પગલું ભરજે.” દેવજીએ એવો સરસ જવાબ આપ્યો કે, “પિતાજી કાયરના માટે આ માર્ગ કાંટાળો છે પરંતુ શૂરવીરના માટે તો સુંવાળો જ છે. જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે તેણે સંકટો તો સહેવા જ જોઈએ.” નેપોલિયને જેમ કહ્યું છે કે – “Nothing is imposible, imposible is an adjective found in the dictionary of Cawards” અર્થાત્ કાંઈ પણ અશક્ય નથી. (અશક્ય) શબ્દ કાયરોના શબ્દકોશમાં છે નહિ કે શૂરવીરોના. કવિ શ્રી પ્રીતમદાસે પણ કહ્યું છે કે – હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને ! પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy