________________
૧પ૯
આ છે અણગાર અમારા પ્રભાવશાળી થશે. તેમણે દેવજીને પોતાના જેવા સાધુ થવા માટે ઘણું કહ્યું પરંતુ દેવજીએ હા પાડી નહિ.
પૂજયપાદ શ્રી અજરામરજી સ્વામીને દીક્ષાર્થી અવસ્થામાં ગોંડલના ગોંસાઈજીએ (મહંતજી) ઘણી લાલચ આપી હતી છતાં તેઓ લલચાયા નહિ તેમ અહીં દેવજીની ઉંમર પણ આઠ વર્ષની હોવા છતાં તેમણે કલ્યાણદાસજીને તેવા સાધુ થવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો તે જ બતાવે છે કે મહાપુરુષો નાની ઉંમરમાં પણ કેવા દઢ હોય છે. પ્રલોભનો તેમને આકર્ષી શકતા નથી.
સત્સંગનો મહિમા
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः ।
चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः ॥ ભાવાર્થઃ લોકમાં ચંદન શીતલ છે પરંતુ ચંદન કરતાં ચન્દ્રમાં વધારે શીતલતા છે જયારે ચંદન અને ચન્દ્રમાં કરતાં વધારે શીતલ સાધુ સમાગમ છે.
ચંદન અને ચન્દ્રમા શરીરના તાપને દૂર કરે છે જયારે સત્સમાગમ આત્માના આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ ત્રિવિધ તાપને દૂર કરે છે તેથી સંતોના સમાગમનો મહિમા દરેક ધર્મોએ બતાવ્યો છે.
શ્રી પુંજાભાઈની બાજુમાં પોપટલાલ ટોળિયા કરીને ધર્મપ્રેમી શ્રાવક રહેતા હતા. તેમને પંજાભાઈની સાથે સારો સંબંધ હતો તેથી એકબીજા હળેમળે. દેવજી પણ તેમની પાસે આવેલાય. તે શ્રાવકે દેવજીને નાનપણથી જ સારા સંસ્કારો રેડેલા તેથી તેનું હૃદય પ્રથમથી જ પવિત્ર હતું. “A man is known by the company he keeps” માણસ જેવી સોબત કરે છે તેવી તેની છાપ પડે છે અર્થાત સંગ તેવો રંગ લાગે છે.
ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્ત ગમે ત્યાંથી આવીને ઊભું રહે છે. તનુસાર પંડિતરાજ પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓને કચ્છ તરફ જવાનું નક્કી થયું. વિ. સંવત ૧૯૬૯ની સાલ હતી. શાસનોદ્ધારક પૂજય આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામી લીંબડીમાં સ્થિરવાસ બિરાજતા હતા, તેમની આજ્ઞા લઈને જયારે પૂ. શ્રી દેવરાજજી સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે પૂ. શ્રી અજરામરજી સ્વામીએ તેમને સૂચના આપી કે વાંકાનેરના પુંજાભાઈ ઠક્કરનો પુત્ર તમારી પાસે ભણવા માટે આવે તો તમે ના પાડશો નહિ. એ પ્રતાપી બાળક છે. દીક્ષા લેશે તો શાસનને શોભાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org